તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:રાજકોટમાં કોરોનાના નવા કેસ ઘટીને 496 પણ મૃતાંક ઘટતો નથી : 59 દર્દીનાં મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં કુલ પોઝિટિવ કેસનો આંક 47442 થયો, એક્ટિવ કેસ 4587
  • ગ્રામ્ય વિસ્તારમાં 110 પોઝિટિવ નોંધાયા : એક્ટિવ કેસ 1000થી વધી ગયા

રાજકોટમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે પણ મૃતાંક હજુ ઘટ્યો નથી. એક દિવસમાં નવા 496 કેસ સામે આવ્યા છે જ્યારે શુક્રવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 59ના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 47442 થઈ છે અને થોડા જ સમયમાં 50 હજારને પાર કરી શકે છે. હાલ એક્ટિવ કેસ 4587 છે જેમાંથી શહેરના 3482 અને ગ્રામ્ય વિસ્તારના 1105 છે.

અહિં એ વાત નોંધનીય છે કે શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે અને ડિસ્ચાર્જ રેશિયો વધતા એક્ટિવ કેસમાં ઘટાડો આવ્યો છે પણ હવે ગ્રામ્ય વિસ્તારમાં કેસની સંખ્યા વધી છે. બે દિવસ સુધી 170 અને 169 કેસ આવ્યા બાદ હવે તેમાં ઘટાડો આવીને 110 નોંધાયા છે પણ એક્ટિવ કેસ હવે 1000 કરતા પણ વધી ગયા છે. આ ગતિએ કોરોનાનો બીજો વેવ હવે ગ્રામ્ય વિસ્તારમાં વધુ વકરી રહ્યો હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે.

ફળોના વેપારી જસાણી પરિવારના ત્રણેય ભાઈના કોરોનાથી મોત
રાજકોટ | રાજકોટ સહિત રાજ્યભરમાં ફળોના અગ્રણી વેપારી પન્નાલાલ ફ્રૂટસ પરિવાર પર આભ તૂટી પડ્યુ છે. માત્ર 20 જ દિવસમાં પેઢીના આધારસ્તંભ એવા ત્રણેય સગાભાઈઓનું કોરોનાને કારણે મોત નીપજતા પિતા લક્ષ્મણદાસભાઈ જસાણી પર વજ્રઘાત થયો છે. જસાણી પરિવારના સૌથી મોટાભાઈ ઓમભાઈ (ઉ.વ.60) ત્યારબાદ યશવંતભાઈ (47) અને સૌથી નાના ગિરીશભાઈ (ઉ.વ.45) ત્રણેય વેપારની સાથે સેવામાં પણ મોખરે હતા. ઓમભાઈને 3 એપ્રિલે કોરોના લાગુ થયો હતો અને 13 એપ્રિલે અવસાન થયુ હતું.

સૌથી નાના ગીરીશભાઈ 8 એપ્રિલે કોરોના ગ્રસ્ત થયા અને 22 એપ્રિલે તેમણે પણ સંસાર છોડ્યો હતો ઓમભાઈની દિકરીની સગાઈ થઈ હતી અને થોડા સમયમાં લગ્ન હતા જ્યારે ગિરીશભાઈને પણ સંતાનમાં એક પુત્રી છે. પરીવાર હજુ આ આઘાતમાંથી બહાર આવે ત્યાં યશવંતભાઈએ છેલ્લા શ્વાસ લઈ લીધા હતા તેમને સંતાનમાં 18 અને 19 વર્ષના બે પુત્રો છે. સેવાભાવી વયોવૃધ્ધ લક્ષ્મીદાસભાઈ જસાણી પર આભ તૂટ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...