તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • In Rajkot, The Number Of New Cases Dropped To 79, 3 Patients Died: 41 Micro Containment Zones In The City 41 Micro Containment Zones In The City

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:રાજકોટમાં નવા કેસની સંખ્યા ઘટીને 79 થઈ, 3 દર્દીનાં મોત : શહેરમાં 41 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનશહેરમાં 41 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • કુલ કેસની સંખ્યા 19702 થઈ, 616 દર્દી હાલ સારવાર હેઠળ

રાજકોટમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે જે સારી બાબત છે. સોમવારે નવા 79 કેસ નોંધાયા છે જેમાં શહેરના 61, જ્યારે ગ્રામ્યના 18 કેસ છે. હાલની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં કુલ કોરોનાના કેસ 19702 થયા છે.

વહીવટી તંત્રે જાહેર કરેલી યાદી મુજબ સોમવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 3નાં મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં જે શહેરવાસીઓ કોરોનાની સારવાર માટે દાખલ થયા અને સારવાર દરમિયાન મોત થયા તે પૈકી 142નાં મોત પાછળ કોરોના હોવાનું મનપાએ જાહેર કર્યું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારનાં મોતના આંક જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યા નથી. શહેરના 391 અને ગ્રામ્યના 225 સહિત કુલ 616 દર્દી હાલ સારવાર હેઠળ છે જેમાંથી મોટાભાગના હોમ આઈસોલેશનમાં છે તેમજ કોરોનાની સારવાર માટે 2165 બેડ ખાલી હોવાનું તંત્રની યાદીમાં જાહેર કરાયું છે.

મનપાએ સંક્રમણ અટકાવવા માટે માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરે છે. જેમાં કોલેજવાડી સોસાયટી કાલાવડ રોડ, અંબિકાપાર્ક હનુમાન મઢી પાસે, અર્જુનપાર્ક અમીન માર્ગ, લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી દૂધસાગર રોડ સહિતની સોસાયટીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકતા શહેરમાં 41 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો