તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના રાજકોટ LIVE:પોઝિટિવ કેસની સંખ્યા ઘટી, બપોર સુધીમાં 19 કેસ નોંધાયા, 24 કલાકમાં 2 દર્દીના મોત

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • શહેરમાં સૌથી ઓછો 1 ટકા પોઝિટિવિટી રેશિયો નોંધાયો

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા ઘટીને 100 નીચે આવી ગઈ છે. જેમાં આજે શહેરમાં બપોર સુધીમાં 19 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42092 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 457 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે મંગળવારે 166 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. રાજકોટમાં 24 કલાકમાં 2 દર્દીના મોત થયા છે. જોકે આ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.

મૃત્યુઆંકમાં એપ્રિલ માસ સૌથી આકરો રહ્યો
રાજકોટ શહેરે એપ્રિલ માસમાં કોરોનાની બીજી લહેરનો સૌથી ઘાતક પ્રહાર સહન કર્યો છે. કેસની દૃષ્ટિએ, ટેસ્ટની દૃષ્ટિએ અને મૃતાંકની ગણતરીએ પણ એપ્રિલ માસ સૌથી આકરો રહ્યો હતો. જ્યારથી કોરોના શરૂ થયો ત્યારથી 31 મે સુધીની સ્થિતિનું એનાલિસિસ કરતા હવે કેસ ઘટી રહ્યા હોવાના નિર્દેશ મળ્યા હતા કારણ કે, એપ્રિલમાં જે 14496 કેસ હતા તે મે માસમાં ઘટીને 8313 થયા હતા અને ક્રમશ: કેસ ઘટી રહ્યા છે.

શહેરમાં સૌથી ઓછો 1 ટકા પોઝિટિવિટી રેશિયો નોંધાયો
આ મામલે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલને પ્રશ્ન કરાયો હતો કે, બીજી લહેર હવે પૂરી થઈ છે કે નહિ અથવા તો કઇ સ્થિતિએ પૂરી થઈ ગણાય આ મામલે તેઓએ કહ્યું હતું કે, મહામારીમાં 5 ટકાથી ઓછો પોઝિટિવિટી રેશિયો સારો ગણાય અને અંત ગણી શકાય આજે શહેરમાં સૌથી ઓછો 1 ટકા પોઝિટિવિટી રેશિયો નોંધાયો છે તેથી કહી શકાય કે બીજી લહેર સમાપ્ત થઈ છે પણ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ વોશ અને વેક્સિનને મહત્ત્વ ન અપાયું તો ત્રીજી લહેર આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...