તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Number Of Cases Of Mucomycosis Has Crossed 200, A Separate Ward Of 30 Beds Has Been Set Up In The Civil Hospital.

નવી મુસીબત:રાજકોટમાં મ્યુકોરમાયકોસિસના કેસ 200ને પાર, સિવિલ હોસ્પિટલમાં 30 બેડનો અલગ વોર્ડ ઉભો કરાયો, રેમડેસિવિર બાદ હવે આ રોગના ઇન્જેક્શન ખૂટ્યા

રાજકોટ4 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • છેલ્લા 15 દિવસથી આ રોગે અનેક લોકોનો ભોગ લીધો

રાજકોટમાં અત્યારે કોરોનાની ખતરનાક બીજી લહેર ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યાં કોરોનાનું જ તાંડવ જોવા મળી રહ્યું છે. ત્યારે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વધુ એક સમસ્યા અત્યારે શહેરીજનો સામે મોઢું ફાડીને ઉભી રહી ગઈ છે. અત્યારે શહેરમાં એક જૂની પરંતુ અત્યંત ઘાતક એવી બીમારી કોરોનાગ્રસ્ત લોકોને બેફામ રંજાડી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ઉપર હવે મ્યુકરમાઈકોસીસ નામની ફૂગ પ્રકારની બીમારી થઈ રહી હોય લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 15 દિવસથી આ રોગએ અનેક લોકોનો ભોગ લીધો છે. શહેરમાં હાલ મ્યુકોરમાયકોસિસના કેસ 200ને પાર પહોંચ્યા છે. જેને નિવારવા માટે ખાસ સિવિલ હોસ્પિટલમાં અલાયદો 30 બેડનો અલગ વોર્ડ ઉભો કરાયો છે. રેમડેસિવિર બાદ આ રોગના ઇન્જેક્શન પણ ખૂટી પડ્યા છે.

એક પણ મેડિકલ સ્ટોરમાં ઇન્જેક્શન મળતા નથી
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદી દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રોગના ઇન્જેક્શન એન્ફોટેરિસીન-બી 50, લીપોસોમાલ એન્ફોટેરિસીન 50 મિલિગ્રામ ઇન્જેશન સિવિલ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં છે. ઇન્જેક્શન અને દવાનો જથ્થો ઉપલબ્ધ છે પરંતુ શહેરના મેડિકલ સ્ટોરમાં આ ઇન્જેક્શન ક્યાંય ઉપલબ્ધ નથી. આથી આ રોગથી પીડિતા દર્દીઓ અને તેના સગાઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદી
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રાધેશ્યામ ત્રિવેદી

મ્યુકોરમાયકોસિસ શું છે?
કોરોના સામે લડતા દર્દીઓમાં ફેફસાંમાં વાયરસ વધુ સક્રિય થાય ત્યારે સાઈકોટાઈમ સ્ટ્રોમનું જોખમ ઉભું થાય છે. તેને ઓછું કરવા માટે જે સ્ટીરોઈડનો ઉપયોગ થાય છે તેના કારણે મ્યુકોરમાયકોસિસ થાય છે. આ રોગની શરૂઆત નાક અને ગળામાંથી થાય છે. ફંગસ થતા નાક ભરાય જાય અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ ફંગસ આંખ, ફેફસાં અને મગજ સુધી પહોંચી જાય છે. વાતાવરણમાં રહેલી આ એક પ્રકારની ફૂગ હોય છે.

મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શન અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા
હાલ મ્યુકોરમાયકોસિસના ઇન્જેક્શન અમદાવાદથી રાજકોટ મોકલવામાં આવ્યા છે. કોરોનાના દર્દને મટાડવા માટે દર્દીઓ ઉપર સ્ટીરોઈડના ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે જે મ્યુકરમાઈકોસિસને આમંત્રણ આપી રહ્યાં છે. બીજીબાજુ આ રોગ એક વખત થઈ ગયા બાદ તેની લાંબી લચક સારવાર ચાલી રહી છે. આમ છતાં દર્દીના ઠીક થવાની સંભાવના પણ ઘણી ઘટી જાય છે. આ બીમારીનો ખતરો સૌથી વધુ ડાયાબીટીસના દર્દીઓ ઉપર રહે છે અને અનેક કેસોમાં મૃત્યુ પણ થવાની સંભાવના પણ વધી જાય છે.

આ રોગને મટાડવા ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શન કિડની અસર કરે છે
તબીબો માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે મ્યુકરમાઈકોસિસને મટાડવા માટે ઉપયોગમાં લેવાતાં ઈન્જેક્શન કિડનીને હાનિ પહોંચાડી શકે છે એટલા માટે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો પણ પડકાર તબીબો સામે રહે છે.