• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Neighbor Who Stabbed Her Husband To Death While Reprimanding His Wife For Harassing Him Was Sentenced To Life Imprisonment.

કોર્ટનો ચુકાદો:રાજકોટમા પત્નીની પજવણી મુદ્દે ઠપકો આપતા પતિને છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવનાર પાડોશીને જન્મટીપની સજા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસવીર

રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલ તુલસી એપાર્ટમેન્ટમાં રહેતા પંકજ પ્રભાશંકરભાઈ પુરોહીતની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવેલી, 2017ના આ કેસમાં હત્યારા દીપક નરશી ભીલસોડને તકસીરવાન ઠેરવી રાજકોટ સેશન્સ કોર્ટે જન્મટીપની સખત કેદની સજા ફટકારી છે.આ કેસની વિગત મુજબ મૃતક પંકજભાઈ પુરોહિત તેમના પત્ની ફોરમબેન, એક સંતાન અને માતા-પિતા સાથે વાવડીના તુલસી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. પંકજભાઈ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી અવાર-નવાર બહારગામ રહેતા હતાં.

ફોરમબેનને અડપલા કરે છે
દરમિયાન તેઓ વ્યવસાય અર્થે બહારગામ જતા એક દિવસ ફોરમબેનની એકલતાનો લાભ લઈ દીપક ભલસોડ કે જે ત્યા તુલસી એપાર્ટમેન્ટમાં જ રહેતો હોય તે પંકજભાઈની ગેરહાજરીમાં ફોરમબેન પાસે આવે છે. અને ફોરમબેનને અડપલા કરે છે. જેનો વિરોધ કરતા આરોપી ધમકાવવા લાગે છે અને ત્યાંથી જતો રહે છે. પંકજભાઈ પોતાના વ્યવસાયના કામેથી પરત ઘરે આવે છે. ત્યારે આ બનાવ અંગે પત્ની ફોરમબેન તેમને દીપકના કૃત્ય અંગે વાત કરે છે. જેથી પંકજભાઈ દીપકને પાર્કિંગમાં બોલાવે છે

કેસ સેશન્સ કોર્ટમાં ચાલે છે
એ જ સમયે દીપક ત્યાં ન આવતા પંકજભાઈ દીપકના ઘર પાસે જઈ દરવાજો ખખડાવે છે. ત્યારે દીપક ઉશ્કેરાઈને હાથમાં છરી લઈ બહાર નીકળે છે.અને પંકજભાઈને છરીના ઘા ઝીંકી દેતા પંકજભાઈએ તુરંત સારવારમાં ખસેડાતા સારવારમાં તા.12/7/2017ના રોજ મોત નિપજતા તે દિવસે તાલુકા પોલીસ મથકે ફરિયાદી ફોરમબેન ફરિયાદ નોંધાવે છે. પોલીસે આઇપીસી કલમ 302 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી દીપકની ધરપકડ કરે છે. તાલુકા પોલીસના પીઆઇ બી.ડી. રાઠવાએ તપાસ ચલાવી ચાર્જશીટ ફાઇલ કરતા કેસ સેશન્સ કોર્ટમાં ચાલે છે.

29 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા
જેમાં સરકાર તરફે સરકારી વકીલ પરાગ એન. શાહ હાજર થઇ 17 સાહેદો, 29 દસ્તાવેજી પુરાવા રજુ કરી તપાસે છે. આ સિવાય હત્યાને નજરે જોનાર 4 સાક્ષી ગુનામાં વપરાયેલ છરી ઓળખી બતાવે છે અને એફએસએલના રીપોર્ટમાં પણ છરી પર લાગેલું લોહી પંકજભાઈનું હોવાનું પુરવાર થાય છે. ઉપરાંત પીએમ નોટમાં પણ હથિયારની ઈજાથી મોત થઈ શકે તેવું દર્શાવવામાં આવ્યું છે. આ તમામ દલીલો સરકારી વકીલ દ્વારા કરાઈ હતી અને આરોપીને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરાઈ હતી.

જન્મટીપની સખત કેદ કરી
આરોપી તરફે આરોપીની માતાને તપાસવામાં આવેલ પરંતુ સરકારી વકીલ તરફે કરાયેલી દલીલો અને રજૂઆતે વિવિધ કોર્ટના ચુકાદા ધ્યાને લઈ સેશન્સ કોર્ટે માન્યુ હતું કે પ્રોસીકયુશન ફરિયાદ મુજબનો કેસ પુરવાર કરવામાં સફળ થયેલ છે. બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ એડી.સેશન્સ જજ બી.બી.જાદવે આરોપી દીપક નરસી ભલસોડને જન્મટીપની સખત કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ પરાગ શાહ રોકાયેલા હતાં.

અન્ય સમાચારો પણ છે...