પાડોશી જ નરાધમ:રાજકોટમાં કેન્સરગ્રસ્ત પતિની સહાનુભૂતિ કેળવી પત્ની પર પાડોશીએ અવારનવાર દુષ્કર્મ આચર્યું, અંતે કંટાળીને પ્રતિકાર કર્યો તો મહિલાને ફડાકા ઝીંક્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ શહેરના નવલનગર વિસ્તારમાં રહેતા એક શખસે પાડોશી બિમાર વ્યક્તિને મદદના બહાને સહાનુભૂતિ કેળવી તેની પત્ની પર નજર બગાડી હતી. બાદમાં બિમાર વ્યક્તિની પત્ની પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. ત્રીજી વખત મહિલાએ પ્રતિકાર કરતાં આરોપીએ તેને ફડાકા માર્યા હતા અને વાળ ખેંચીને ઢસડી હતી. આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કર્યવાહી હાથ ધરી છે. હાલ માલવીયાનગર પોલીસે આરોપી જગદીશ ઉર્ફે દાના હરિ સિંધવની દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં લઇ જઇ આગળ વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાએ માલવિયાનગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
શહેરના નવલનગર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય મહિલાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જગદીશ ઉર્ફે દાના હરિ સિંધવનું નામ આપ્યું હતું. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં નવ વર્ષની પુત્રી છે, ચાર વર્ષ પૂર્વે તેમના પતિને કેન્સરની બીમારી થતાં એ વિસ્તારમાં રહેતા જગદીશ ઉર્ફે દાનાના પરિવાર સાથે પરિચય થયો હતો. જગદીશ અવારનવાર મહિલાના ઘરે જવા લાગ્યો હતો.

9 વર્ષની પુત્રીને મારી નાખવાની ધમકી આપી
એક રાત્રિના જગદીશ મહિલાનો પતિ નોકરી પર ગયો હતો. ત્યારે ઘરમાં ઘૂસી ગયો હતો અને મહિલા પાસે શરીર સંબંધની માગ કરી હતી. મહિલાએ ના કહેતા જગદીશે તેને ફડાકા માર્યા હતા અને બાજુમાં સૂતેલી નવ વર્ષની બાળકીને જાનથી મારી નાખવાની ધમકી આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું, આ ઘટનાના બે મહિના બાદ ફરીથી જગદીશે મહિલાને બદનામ કરી દેવાની ધમકી આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. પતિ બિમાર હોય અને સમાજમાં બદનામી થવાના ભયથી મહિલા કોઇને કહેતી નહોતી. આ મજબૂરીનો ગેરલાભ ઉઠાવી જગદીશ વારંવાર મહિલા સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધવા લાગ્યો હતો,

17 ઓગસ્ટે મહિલાએ પ્રતિકાર કરતા ઢોર માર માર્યો
ગત 17 ઓગસ્ટના મહિલા પોતાના ઘરે હતી ત્યારે ફરીથી જગદીશ ઘરમાં ઘૂસ્યો હતો અને મહિલાની કમર પકડી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. પરંતુ મહિલાએ ઇન્કાર કરતા જગદીશે તેને ફડાકા માર્યા હતા અને તેણે પહેરેલું કડું ફટકારતા મહિલાના કપાળ પરથી લોહી નીકળવા લાગ્યું હતું. આ સ્થિતિ હોવા છતાં બેફામ બનેલા જગદીશે મહિલાના વાળ પકડી તેને ઢસડી હતી. મહિલાએ બૂમાબૂમ કરતાં અન્ય લોકો દોડી આવતા જગદીશ નાસી ગયો હતો. જગદીશથી ગભરાઇ ગયેલી મહિલા માધાપર ચોકડી પાસે રહેતા તેના પિતાના ઘરે જતી રહી હતી અને અંતે આપવીતી વર્ણવતા પરિવારજનોએ સધિયારો આપ્યો હતો અને મહિલાએ જગદીશ સામે ફરિયાદ નોંધાવી હતી.

કોલેજીયન યુવતી સાથે પ્રેમીએ દુષ્કર્મ આચરી તરછોડી દીધી
રાજકોટમાં રહેતી 19 વર્ષીય કોલેજીયન યુવતી સાથે સાતડા ગામના વિજય પાંચા મકવાણાએ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધી વીડિયો ઉતારી વાઇરલ કરવાની ધમકી આપતા એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે.

ચાર વર્ષ પહેલા વિજય સાથે પ્રેમસંબંધ બંધાયો
​​​​​
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું હાલમાં કોલેજમાં અભ્યાસ કરૂ છું અને અમારા ગામના વિજય પાંચાભાઇ મકવાણા સાથે મારે આજથી ચાર વર્ષ પહેલાથી પ્રેમસબંધ હતો અને અમો બન્ને ફોનમાં વાતચીતો કરતા હતાં. જેમાં અમો સાદા ફોન તથા વોટ્સએપમાં વાતો કરતાં હતાં અને અમારા પ્રેમસબંધની ઘરે ખબર પડી નહોતી. અમારા પ્રેમસબંધની જાણ વિજયના મિત્ર મુકેશ ચોથાભાઇ મકવાણા, ભાવેશ જાગાભાઇ થુલેટીયા, જગદીશ સોમાભાઇ જાડા જેઓ તમામ આ વિજયના ખાસ મિત્રો હોય જેથી તેઓને આ પ્રેમસબંધની જાણ હતી. વિજયના ચારેય મિત્રો સાથે મેં ક્યારેય વાતચીત કરી નથી.

ફરવા લઈ જવાની આશાથી બાઇક પર બેસી ગઈ
ગત વર્ષે ઓગસ્ટ 2021માં એક દિવસે હું સવારે સાત વાગ્યે વાંકાનેર ચોકડી ઉપર મારી કોલેજે જવા માટે બસની રાહ જોઇને ઉભી હતી. આ દરમ્યાન વિજય બાઇક લઇને મારી પાસે આવ્યો હતો. મને જણાવ્યું કે ચાલ મારી સાથે બાઇકમાં બેસી જા. જેથી હું આ વિજય સાથે તેના બાઇક પાછળ બેસી ગઈ હતી અને હું અગાઉ વિજય સાથે ફનવર્લ્ડ ખાતે ફરવા ગઈ હતી અને આ દિવસે મને એમ હતું કે, આ વિજય મને ફરવા લઇ જશે. આથી હું તેની સાથે મારી મરજીથી બેઠી હતી. ત્યારબાદ વિજય અને હું બન્ને બાઇકમાં નવા બનતા એરપોર્ટ હિરાસર ગામ પાસે આવ્યા હતા. બામણબોર ગામ પહેલા ડોસલીબુના ગામ જવાના રસ્તા ઉપર સીંગલ રોડ ઉપર ગયા હતાં અને ત્યાંથી જ્યાં કાચો રસ્તો જાય છે. ત્યાં વિજયે તેનુ બાઇક રોડ ઉપર ઉભુ રાખ્યું હતું અને મને જણાવ્યું કે, આ બાજુ બાવળની ઝાડી બાજુ ચાલ. આથી હું તેની સાથે ગઈ હતી.

બળજબરીથી એકવાર શરીર સબંધ બાંધ્યો
બાદમાં વિજયે મને જણાવ્યું કે, મારે તારી સાથે શરીર સંબંધ બનાવવો છે. આથી મેં તેને ના પાડી હતી, છતાં તેણે મારી સાથે બળજબરીથી એકવાર શરીર સબંધ બાંધ્યો હતો. ત્યારે મેં વ્હાઈટ કલરનો શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ પહેર્યું હતું. બાદમાં વિજયે મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. આ શરીર સબંધ બાંધ્યા બાદ અમે બન્ને સાંજ સુધી ત્યાં બેસી રહ્યા હતાં અને આ દરમ્યાન વિજયે મને જણાવ્યું કે, આપડા સેક્સનો વીડિયો મુકેશ મકવાણાએ ઉતારી લીધો છે. પરંતુ આ જગ્યા ઉપર કોઇને જોયા નહોતા. ત્યારબાદ વિજયે મને રિક્ષામાં બેસાડી દીધી હતી અને હું કુવાડવા ગામ વાંકાનેર ચોકડી ખાતે જતી રહી હતી. ત્યારબાદ હું મારા ઘરે જતી રહી હતી.

વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો
વર્ષ 2021ના ડિસેમ્બર મહિનામાં કોઈ દિવસે બપોરના સમયે વિજય મારા ઘરે આવ્યો હતો અને મને જણાવ્યું કે આપણો વીડિયો મુકેશે ઉતાર્યો છે અને તે હું વાઇરલ કરી દઇશ અને જો વીડિયો વાઇરલ ન કરવો હોય તો તે મને દુષ્કર્મ કરવા દે. આથી મેં તેને દુષ્કર્મ કરવા દીધો હતો અને તે દિવસે પણ આ વિજયે મારી સાથે બળજબરીથી બે વખત દુષ્કર્મ કર્યું હતું ત્યારે અમે બન્ને લગભગ અડધો કલાક જેટલો સમય અમારા ઘરે હાજર હતાં ત્યારે મે કોઇ દેકારો કર્યો નહોતો અને મને એવું લાગતું હતું કે, વિજયના મિત્રો અમારા ઘરની આજુબાજુ હશે ત્યારબાદ લગભગ માર્ચ 2022માં વિજય મને રૂબરૂ મળ્યો હતો અને તેણે મને જણાવ્યું કે, તારે મને ફોન કરવાનો તથા મેસેજ કરવાના નહી તો હું વીડિયો વાઇરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી.

વિજયે મારી સાથે ત્રણ વાર દુષ્કર્મ આચર્યું
વિજયે મારી સાથે ત્રણ વખત દુષ્કર્મ કર્યું હતું. તેમજ વિજયના મિત્ર મુકેશે ક્યારેય મારી સાથે શરીર સબંધ બાંધવા કે બળજબરી કરવા કે વીડિયો વાઇરલ કરવા અંગે આજદિન સુધી કોઇ વાતચીત કરી નથી. મારે તેની સાથે આ બાબતની કોઇ વાતચીત થઈ નથી. મારે આ વિજય સાથે પ્રેમ સબંધ હોય અને તેણે મારી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. આથી ગત 22 ઓગસ્ટના રોજ મેં આ વાતની જાણ મારા પિતા અભયભાઇ તથા માતા મધુબેનને કરી હતી અને ત્યારબાદ ગત 3 સપ્ટેમ્બરના આ બનાવ બાબતે પ્રથમ અરજી આપી હતી. ત્યારબાદ પરિવાર સાથે એરપોર્ટ પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવતા કલમ 376 ,506 (2)હેઠળ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...