સૌથી મોંઘા ખાડા:રાજકોટમાં મનપાએ એક ખાડો બૂરવા રૂ. 21600 ખર્ચ્યા, 30 દી’માં 63.7 લાખનો ધુમાડો

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરેરાશ એક ખાડો 5200 રૂપિયામાં પડ્યો !!
  • કઈ ગણતરીએ શહેરમાં ખાડા બૂરાઈ છે તેની સનદી અધિકારીઓને ખબર નથી

રાજકોટ શહેરમાં દિવસ રાત ખાડા બૂરવાના કામ ચાલુ હોવાના દાવા વચ્ચે એક હકીકત એ છે કે રોડની હાલત સુધરી નથી. અત્યારે પણ એ જ સ્થિતિ છે. મનપા જો ખાડા બૂરે છે તો આવી હાલત શા માટે છે અને ખરેખર કેટલો ખર્ચ થાય છે તે જાણવા માટે તપાસ કરતા એવા આંકડા બહાર આવ્યા છે જેના પરથી ખાડા બૂરવામાં પણ ગેરરીતિની શક્યતા છે. વોર્ડ નં. 9માં ઓગસ્ટ માસના અંતમાં 45 ખાડા બુરાયા હતા જેની પાછળ 9.75 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો એટલે કે એક ખાડા પાછળ સરેરાશ 21600 રૂપિયા ખર્ચ થયો છે.

એવો ક્યો ખાડો હશે જેની પાછળ આટલી રકમ ખર્ચવી પડી હોઈ શકે કારણ કે બે ખાડાની રકમમાં તો સોસાયટીના રોડમાં રિકાર્પેટિંગ થઈ જાય. માત્ર આટલું જ નહિ વોર્ડ નં. 12માં 100 ખાડા માટે 9 લાખ રૂપિયાના બિલ મુકાયા હતા જે મંજૂર પણ થઈ જશે. આ રીતે જોતા રાજકોટમાં ખાડા સૌથી ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે આમ છતાં ગેરંટીવાળા રોડ તેમજ સીસી રોડ બનાવવાને બદલે દર વર્ષે રિપેરિંગ કરાય છે. કારણ કે, જો રિપેરિંગ બંધ થાય તો ચોક્કસ ઈજનેરો અને કોન્ટ્રાક્ટર્સની આવક બંધ થઈ જાય. સૌથી મહત્ત્વની વાત એ છે કે જ્યાં જ્યાં આ ખાડા બુરાયાનો દાવો કરીને બિલ મુકાયા છે ત્યાં ખાડા હજુ પણ છે. મનપાએ કરેલા સરવેમાં પણ આ તમામ જગ્યાઓના માર્ગ બિસ્માર હોવાનું સામે આવ્યું છે.

ગયા મહિને આ માર્ગો પર ખાડા બૂર્યા હોવાનો મનપાનો દાવો

વોર્ડસંખ્યાખર્ચ(લાખમાં)વિસ્તાર
1408

રૈયાધાર રોડ, ડ્રીમ સિટી રોડ, ગાંધીગ્રામ વિસ્તાર, ધરમનગર વિસ્તાર

2650

હરીપાર્ક, ગીત ગુર્જરી, ધ્રુવનગર, સુભાષનગર, સખિયાનગર,

મારુતિનગર, બજરંગવાડી, શિતલ પાર્ક રોડ, ભોમેશ્વર સોસાયટી,

મોમીન સોસાયટી, ગોસલિયા માર્ગ

31122

ગોલ્ડન કોટીકો રોડ, માધાપર ઈશ્વરિયા પાર્ક, રેલનગર ઈએસઆર

રસ્તો, જ્યુબિલી શાક માર્કેટ, વાલ્મીકિવાડી

41481

બેડી ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, મોરબી રોડ, લાતી પ્લોટ, જૂનો

મોરબી રોડ, 50 ફૂટ રોડ, 80 ફૂટ રોડ

560

શિવનગર મણીનગર મેઈન રોડ

6270

ચુનારાવાડ રોડ, ભાવનગર રોડ, પુજિત રૂપાણી ટ્રસ્ટ રોડ, સંત કબીર

રોડ, ઈન્દિરા બ્રીજ રોડ

71351

વિદ્યાનગર રોડ, રાજેન્દ્ર પ્રસાદ રોડ, રામકૃષ્ણનગર (વેસ્ટ), ગોંડલ

રોડ, સદર બજાર, ખત્રીવાડ, પ્રહલાદ પ્લોટ, કરણપરા

8309

કોટેચા ચોક, રૈયા રોડ, વિદ્યાકુંજ રોડ, યોગી દર્શન સોસાયટી,

94510

ગંગોત્રી મેઈન રોડ, રેયા રોડ, નંદગાવ રોડ, નાણાવટી ચોકવાળો

રોડ, સત્યનારાયણ મેઈન રોડ, ઈન્ડિયન પાર્ક મેઇન રોડ

10209

રોયલ પાર્ક, મોદી સ્કૂલ મેઈન રોડ, શક્તિનગર મેઈન રોડ, વૃંદાવન

મેઈન રોડ, યુનિવર્સિટી રોડ, રવિ પાર્ક મેઈન રોડ, જલારામ પ્લોટ

11509

નવો 150 ફૂટ રિંગ રોડ, સ્પીડવેલ ચોકથી જેટકો ચોકડી પાસે વગડ

ચોકડી સુધી, ખીજડાવાળો મેઈન રોડ, શિવમ પાર્ક મેઈન રોડ,

ગોવિંદરત્ન બંગલોવાળો રોડ

121009

મવડી મેઈન રોડ, પુનિતનગર 80 ફૂટ રોડ, ગોકુલધામ મેઈન રોડ,

વાવડી રોડને લાગુ વિસ્તારો

13650

કૃષ્ણનગર મે. રોડ, નવલનગર, સમ્રાટ, ગોંડલ રોડ, સ્વા. ચોક

રોડ, આંબેડકરનગર, ગોકુલધામ રોડ, ગીતાનગર, રામનગર

141241

ઘાંચીવાડ, નવયુગપરા, જયરાજ પ્લોટ, ગાયત્રીનગર

15251

અમૂલ સર્કલ, 80 ફૂટ રોડ, આજી ડેમ ચોકડી, દૂધસાગર રોડ,

16171

સોરઠિયાવાડી શેરી નં. 6 તથા 8, માધવ હોલ 80 ફૂટ રોડ,

ક્રિષ્નાચોક, કોઠારિયા રોડ, હુડકો પોલીસ ચોકી

17530

કોઠારિયા રોડ, ઢેબર રોડ, વાલ્કેશ્વર મે. રોડ, પારડી રોડ, નહેરૂનગર

80 ફૂટ રોડ
181404

માલધારી ફાટકથી સાઈબાબા સર્કલ, લાપાસરી રોડ, કોઠારિયા રોડ

કુલ120264

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...