તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Plot Of 11,444 Sq.m. Distributed By The Municipal Corporation For Rs. 118.16 Crore Got Involved In A Controversy.

કૌભાંડની આશંકા:રાજકોટમાં મનપાએ 11,444 ચો.મી.નો રૂ.118.16 કરોડમાં વહેચેલો પ્લોટ વિવાદમાં ફસાયો, મૂળ માલીકે અદાલતમાં દાદ માંગતા ખળભળાટ

રાજકોટ19 દિવસ પહેલા
અરજદાર નાગજીભાઈ ખુંટ
  • મનપાએ રિઝર્વેશન મિલકતની હરરાજી કે નિકાલની સત્તા નહી હોવા છતાં સોનાની લગતી ગણાતા પ્લોટ વેચવા કાઢ્યાનો આક્ષેપ

રાજકોટમાં મહાનગર પાલિકા પર સંકટના વાદળો ઘેરાયા છે. જ્યાં મનપાએ 11,444 ચો.મી.નો 118.16 કરોડમાં વહેચેલો પ્લોટ વિવાદમાં ફસાયો છે. મૂળ મનપાએ સોનાની લગડી સમાન પ્લોટ વેચવા કાઢતાં મૂળ જમીન માલીકે અદાલતમાં દાદ માંગતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ સાથે મોટા કૌભાંડની પણ ભારે આશંકા સેવાઇ રહી છે.

કાયદાનું ખોટું અર્થઘટન કર્યાનો આક્ષેપ
આ અંગે અરજદાર નાગજીભાઈ ખુંટે જણાવ્યું હતું કે, ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ 1976ના કાયદા હેઠળ કરવામાં આવેલી જોગવાઇના ખોટા અર્થઘટન દર્શનાવી તંત્ર ઉંધા ચશ્મા પહેરાવી રહ્યું હોય તેમ શહેરના નાના મવા ટી.પી. સ્કીમ નં.3ના ફાઇનલ પ્લોટ નં.4ની કુલ જમીન ચોરસ મીટર 11,444 શોપીંગ સેન્ટરના હેતુ માટે સામેલ કરવામાં આવી છે.

મ્યુ.કોર્પોરેશનને વેંચાણ કરવાની સતા નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ એફ.પી.નં.4ની કુલ જમીન ચો.મી.11444 પૈકી જમીન ચોમી.9438 હાલમાં પ્રતિવાદી રાજકોટ મ્યુ.કોર્પોરેશન દ્વારા વાણીજય હેતુની દર્શાવી ઇ-ટેન્ડર મારફત જાહેર હરાજી અંગેની જાહેરાત પ્રસિઘ્ધ કરી હરાજી દ્વારા નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહેલી છે. જો કે આ મિલકત ગુજરાત ટાઉન પ્લાનીંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એકટ 1976 તથા અન્ય કોઇપણ કાયદા હેઠળ પ્રતિવાદી મ્યુ.કોર્પોરેશનને વેંચાણ કે અન્ય કોઇપણ રીતે નિકાલ કરવાની સતા પણ નથી અને અધિકાર પણ નથી.

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

લાચાર બનેલા જમીન માલીકો તંત્ર સામે ફાવતા નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, કાયદામાં એવુ કયાંય દર્શાવામાં નથી આવતું કે ટી.પી. સ્કીમ હેઠળ આવતા રીઝર્વેશનવાળી મિલકતનો જાહેર હરાજી કે અન્ય કોઇપણ રીતે નિકાલ થઇ શકે. એટલુ જ નહી વાદીની જમીન હાલ પણ ખેતીની જ છે. બીનખેતીપણ હજુ થયેલ નથી. તંત્ર દ્વારા શબ્દોની રમત રમાડાઇને આ જમીન નામેપણ ચડાવાઇ ગઇ છે. હકિકતમાં કાયદાકીય રીતે અજ્ઞાન ખેડૂતોને કાયદાના અર્થઘટનનો પાઠ ભણાવી તંત્ર મનમાની કરી લ્યે છે. આમ લાચાર બનેલા જમીન માલીકો તંત્ર સામે ફાવતા નથી.

દબાણ કરીને જમીનને રીઝર્વેશનના નામે કપાત કરવામાં આવે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ખરેખર જમીન માલીકો પરશેવા વહાવી ટી.પી. સ્કીમ હેઠળ મિલકતોને સાચવે છે. જે ટી.પી. કપાત નામે જતી રહે છે. હકિકતમાં ટી.પી.એકટમાં કયાંય કપાતનો ઉલ્લેખ નથી. આમ છતાંય 40% કપાત કરવામાં આવે છે. એટલું જ નહી પણ જયાં રિઝર્વેશનની જરૂર જ નથી. વિકાસ નથી ત્યાં પણ ટીપી એકટનો દુરૂપયોગ કરી દબાણ કરીને જમીનને રીઝર્વેશનના નામે કપાત કરવામાં આવે છે. તંત્રની આ પ્રક્રિયા સામે જાગૃત નાગરીકોએ લડત આપવાની જરૂર છે અને ટી.પી.કાયદાનો જે રીતે ખોટો અમલ થઇ રહ્યો છે તે અંગે જાગૃતતા લાવી જોઇએ અન્યથા કોઇપણ જમીન માલીકને પોતાની મિલકત ટી.પી. સ્કીમ હેઠળ ગુમાવવાનો વારો આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...