• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Mother in law Was Mentally Tortured By Saying 'You Are The Second, If You Leave, You Will Get The Third', The Husband Used To Beat Him.

સાસરિયાનો ત્રાસ:રાજકોટમાં પરિણીતાને 'તું બીજી છો, જતી રહીશ તો ત્રીજી પણ મળી જશે' કહી સાસુ માનસિક ત્રાસ ગુજારતા, પતિ મારકૂટ કરતો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં માવતરે રહેતી પરણીતાને લગ્નના એક મહિનાના સમયમાં જ પતિ સાસુ સસરા અને નણંદે મારકૂટ કરી ત્રાસ આપ્યા અંગેની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. માવતરે રહેતી પરિણીતાની ફરિયાદ પરથી મહિલા પોલીસે લગ્નગાળા આપનાર દરમિયાન ત્રાસ આપનાર પતિ રવિભાઇ સંજભાઇ બાંભવા, સાસુ લક્ષ્મીબેન સંજયભાઇ બાંભવા, મોટા નણંદ-કાજલબેન સાગરભાઇ ફાંગલીયાની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વારંવાર રસોઈ બાબતે મેણા ટોળાં મારતા
પરણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ રવિભાઈના આ બીજા લગ્ન છે. મારે પ્રથમ લગ્ન છે. મારા પતિ દારૂ પીવાની ટેવ ધરાવતા હતા ઘરૂ પીને મારકૂટ પણ કરતાં હતા. મને ઘરખર્ચ માટે પૈસા આપતા નહિ અને મને મારા માતા-પિતા સથે વાત કરવા દેતા ન હોતા એક વખત વાત કરતી હતી તો મારો ફોન પણ ઝૂંટવી તોડી નાખ્યો હતો. સાસુ સસરા પણ વારંવાર રસોઈ બાબતે મેણા ટોળાં મારતા હતા.

માવતરે આવી રહી હતી
મારા નંણદ તથા સાસરિયાંના ત્રાસથી કંટાળી મારા માવતરે આવી રહી હતી. માવતરે આવતા મારા સાસરિયાઓ કહેતા હતા કે તું બીજી છો, તું જતી રહીશ તો મારા દીકરાને ત્રીજી પણ મળી જશે. જેથી આખરે કંટાળી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવું છું.