હવામાન:રાજકોટમાં લઘુતમ 1 ડિગ્રી ઘટ્યું પણ મહત્તમ તાપમાન 20 વધ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો, પવનની ઝડપ પણ સામાન્ય રહી

રાજકોટમાં ગત સપ્તાહે કોલ્ડવેવને કારણે લઘુતમ તાપમાન 9 ડિગ્રીએ પહોંચી ગયું હતું. રવિવારની સરખામણીએ સોમવારે એક ડિગ્રી તાપમાન નીચું જતા ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચ્યો હતો. લઘુતમ તાપમાન નીચું ગયું હતું તો મહત્તમ તાપમાન ઊંચકાયું હતું. જેને કારણે ઠંડીનો અનુભવ ઓછો થયો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હવે ત્રણથી ચાર દિવસ સુધી ઠંડી ક્રમશ: ઘટશે અને ત્યારબાદ ફરી ઠંડી શરૂ થશે. સોમવારે પવનની ગતિ પણ સામાન્ય રહી હતી.

સોમવારે લઘુતમ તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન બે ડિગ્રી વધતા 30.5 પહોંચ્યું હતું. સવારે 10 કલાક સુધી ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારબાદ ધીમે- ધીમે ઠંડીનું પ્રમાણ ઓછું થતું ગયું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર લઘુતમ તાપમાનમાં આજથી ક્રમશ: વધારો થતો જશે.વધુમાં તેના જણાવ્યા મુજબ કોલ્ડવેવની અસર હાલમાં પૂરી થઈ ગઈ છે. આવનારા 48 કલાક સુધી કોઇ નોંધપાત્ર ઠંડી પડશે નહિ.

જોકે સતત ચારથી પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાન નીચું જતા અને ઠંડીનો પારો 9 ડીગ્રી સુધી પહોંચી જતા લોકોએ સવારે અને રાત્રે કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળતા આ સમયે ટ્રાફિક પણ ઓછો જોવા મળતો હતો. જોકે સોમવારે બપોર બાદ આકાશમાં આંશિક વાદળો છવાયા હતા. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાવાને કારણે અને લઘુતમ તાપમાનનો પારો નીચો રહેવાને કારણે સવારે- રાત્રે ઠંડીનો ચમકારો વધુ રહે છે. જેથી લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...