મનપા એલર્ટ:રાજકોટમાં કોરોના સંક્રમિતના પરિવારજનો અને આસપાસના ઘરોમાં ટેસ્ટિંગ કરી જરૂર પડ્યે કન્ટેઇનમેન્ટ ઝોન કાર્યરત કરવા આરોગ્ય વિભાગને મેયરની સુચના

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ (ફાઈલ તસવીર). - Divya Bhaskar
રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ (ફાઈલ તસવીર).
  • કેસો વધતા ટેસ્ટિંગની સંખ્યા 1500માંથી વધારીને 2000 કરવામાં આવી

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોના કેસમાં વધારો નોંધાયો છે. જેને પગલે કોરોના સંક્રમિતના પરિવારજનો અને આસપાસના ઘરોમાં ટેસ્ટિંગ કરી જરૂર પડ્યે કન્ટેઇનમેન્ટ ઝોન કાર્યરત કરવા મેયર ડો.પ્રદિપ ડવે આરોગ્ય વિભાગને સુચના આપી છે. તેમજ સિટી બસમાં મર્યાદિત મુસાફરો ભરવા અને કંડક્ટર જ થર્મલ ગનથી ચેકિંગ કરે તેવી વ્યવસ્થા શરૂ કરાવવા મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી છે.

ટેસ્ટિંગની સંખ્યા 1500માંથી વધારીને 2000 કરાઇ
કોરોનાએ હવે ગતિ પકડી હોય તેમ કેસની સંખ્યા વધતી જાય છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા મેયર ડો.પ્રદિપ ડવે કોરોના ટેસ્ટિંગ વધારવા સહિતની સુચનાઓ આરોગ્ય તંત્રને આપી હતી.
આ બાબતે મેયરે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, કોરોના કેસ છેલ્લા અઠવાડિયાથી વધી રહ્યા છે. જોકે તંત્રએ ટેસ્ટિંગ વધાર્યુ છે. અગાઉ રોજના 1500 ટેસ્ટ થતાં તેમાં હવે 2000 જેટલા ટેસ્ટ થઇ રહ્યા છે. આથી કેસ સામે આવી રહ્યા છે.

પોઝિટિવ દર્દીના ઘરની આસપાસ મેડિકલ સ્ક્રિનિંગ કરાશે
દરમિયાન હવેથી અહીં કોરોના પોઝિટિવ દર્દી રહેતા હોય તેની આસપાસના પાડોશીના મકાનોમાં પણ મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવશે અને જરૂર પડે તો શેરી કે મહોલ્લો પણ સીલ કરી કન્ટેઇનમેન્ટ ઝોન કાર્યરત કરવા સુચનાઓ આપી છે. આમ, હવે કોરોનાના કેસ વધે નહીં તે માટે તંત્રને પૂરજોશથી દોડાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...