• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The IOC Officer Committed Suicide After Being Fed Up With The Torture Of His Wife And Mother in law, The Police Registered A Complaint And Took Action.

પત્નીએ લીધો પતિનો જીવ:રાજકોટમાં IOCના ઓફિસરે પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનું સામે આવતા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

બંગાળના રોબર્ટશનમાં રહેતા નીર્મલાઠાકુર જગર ઠાકુર (ઉ.વ.55) ના દીકરા રાજ ઠાકુરે એક મહિના પહેલા યુનિવર્સિટી રોડ IOC કોલોની ગંગોત્રી કોમ્પ્લેક્સ બ્લોક નંબર 302 માં પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ બનાવવામાં મૃતકના પત્ની રુચિ ઠાકુર અને સાસુ આશાઠાકુર કનૈયાઠાકુર વિરુદ્ધ આપઘાતની ફરજ હેઠળ યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

મૃતક ઓફિસરની માતાએ નોંધાવી ફરિયાદ

નિર્મલા ઠાકુરે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ઘરકામ કરૂ છું અને મારે સંતામનમા બે દિકરા અને એક દિકરી છે. જેમા સૌથી મોટો દિકરો રાજુઠાકુર ઉ.વ.32 નો હતો અને આ મારો દિકરો રાજુ છેલ્લા સાડા ચારેક વર્ષથી રાજકોટમાં IOC કંપનીમા ઓફીસર તરીકે નોકરી કરતો હતો અને મારા દિકરા રાજુઠાકુરના લગ્ન છતીસગઢના બીલાસપુર શહેરમા લીંન્ગયાદીહ વિસ્તાર ના રહેવાસી કનૈયા ઠાકુરની દિકરી રૂચીઠાકુર સાથે થયેલ હતા અને લગ્નના દસેક દિવસ બાદ રૂચીઠાકુર મારા દિકરા રાજુઠાકુર સાથે રાજકોટ રહેવા જતી રહેલ હતી અને તેનાથી નાની દિકરી સુરેખા ઠાકુર છે. જે ચંદનનગર મુકામે સાસરે છે અને સૌથી નાનો દિકરો સુજીત ઠાકુર છે જે દોઢેક વર્ષથી BSF મા કોન્સટેબલ તરીકે નોકરી કરે છે અને તે હાલ જમ્મુ મા ચીનાજ બોર્ડર ઉપર ફરજ બજાવે છે.

તુ ભીખારી છો તને તારા દિકરા સાથે વાત કરવા નથી દેવી

આશરે નવેક વાગ્યે રાજકોટ રહેતા મારા દિકરા રાજુ ઠાકુરનો મને ફોન આવેલ અને મને વાત કરેલ કે હુ તમને અને આપણા સગા વહાલામા ફોન કરુ છુ. જેથી મારી પત્ની રૂચી ઠાકુરને ગમતુ નથી અને હું તમને મહીને પાંચ હજાર રૂપીયા મોકલુ છુ તે પણ મારી પત્ની રૂચીઠાકુરને ગમતુ નથી. મારી સાથે અવારનવાર ઝઘડો કરે છે. અત્યારે હાલ મારી પત્ની રૂચીઠાકુર મારી સાથે ઝઘડો કરે છે અને મારી સાસુ આશાઠાકુર પણ અહી હોય તે પણ તેની દિકરીને સાથ આપે છે. મને હેરાન કરે છે અને હવે મારે મર્યા સિવાય કોઇ રસ્તો નથી. જેમ વાત કરતા મેં મારા દિકરા રાજુ ઠાકુરને કહેલ કે તુ વતનમા ઘરે આવીજા તુ એવુ પગલુ ન ભરતો અને આ વાત ફોનમા ચાલુ હતી. ત્યારે મારા દિકરા રાજુઠાકુરની પત્ની રૂચીઠાકુર એ રાજ પાસેથી ફોન લઇ મારી સાથે વાત કરેલ કે તુ ભીખારી છો તને તારા દિકરા સાથે વાત કરવા નથી દેવી તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.

મારા મમ્મી કે મને કાંઇ થશે તો જવાબદારી તમારી રહેશે કહી ધમકી આપી

બાદમા મે ઘણી વખત મારા દિકરા રાજુઠાકુરના મોબાઇલ ફોનમા ફોન કરતા ફોન કોઇ એ ઉપાડેલ નહી અને થોડીવારમા મારા ફોનમાં રૂચીઠાકુરનો મને ફોન આવ્યો અને મને કહ્યું કે મારી મમ્મી આશાઠાકુર અહી મારી સાથે રહે છે. તે તમને અને મારા પતિ રાજુ ઠાકુરને ગમતુ નથી અને મારી મમ્મી આશાઠાકુર અહી મારી સાથે જ રહેવાની છે. જો મારા મમ્મી આશાઠાકુર કે મને કાંઇ થશે તો જવાબદારી તમારી અને રાજુઠાકુરની રહેશે તેમ વાત કરી ફોન કાપી નાખ્યો હતો.

રૂચીએ ફોન કરી જણાવેલ કે તમારા દિકરાએ ગળાફાંસો ખાઇ લીધેલ છે.

ગઈ તા.11/09ના આશરે ત્રણેક વાગ્યે મને મારા દિકરા રાજુઠાકુરની પત્ની રૂચીએ ફોન કરી જણાવેલ કે તમારા દિકરા રાજુઠાકુરએ અહી ઘરે ગળાફાંસો ખાઇ લીધેલ છે. તેમ વાત કરી રૂચીએ ફોન કાપી નાખેલ હતો. પુત્રની અંતિમ વિધી કર્યા બાદ તેમના પત્ની અને સાસુ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવતા યુનિવર્સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...