ગરબા રમતા રમતા મોત:રાજકોટમાં કારખાનેદાર ગરબે ઘૂમી રહ્યા હતા ને હાર્ટ એટેક આવતા અચાનક ઢળી પડ્યા, હોસ્પિટલ પહોંચે તે પહેલા અંતિમ શ્વાસ લીધા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક પ્રવીણભાઈ દેથરિયાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતક પ્રવીણભાઈ દેથરિયાની ફાઈલ તસવીર.

માતાજીની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ. એક તરફ નવલા નોરતા ચાલી રહ્યા છે અને બીજી તરફ દરેક લોકો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે. જો કે, રાજકોટના એક કારખાનેદાર ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડતા તેનું મોત નીપજ્યું હતું. તબીબી તારણ મુજબ તેમને હાર્ટ એટેક આવ્યાનું ખૂલ્યું છે. વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા પ્રવીણભાઈ મૂળજીભાઈ દેથરિયા (ઉં.વ.52) ધનરાજ પાર્કમાં પરિવાર અને સોસાયટીના સભ્યો સાથે ગરબે ઘૂમી રહ્યા હતા, ત્યારે જ અચાનક ઢળી પડ્યા હતા.

પ્રવીણભાઈ સ્થાનિક લોકો સાથે ગરબા રમતા હતા
રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલ 80 ફૂટ રોડ પર ધનરાજ પાર્કમાં પણ અહીંના સ્થાનિકોએ રહેવાસીઓ ગરબે રમી રહ્યા હતા. ત્યારે અહીં સાથે રહેતા પ્રવીણભાઈ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. ત્યારે રાત્રે ગરબે રમતા રમતા પ્રવિણભાઈ અચાનક જ ઢળી પડ્યા હતા. આથી ખેલૈયાઓએ ગરબા અટકાવી તુરંત પ્રવીણભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહી તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કરતા જ પટેલ પરિવારમાં શોક છવાયો હતો.

બે સંતાને પિત્રછાયાં ગુમાવતા પરિવારમાં માતમ
પરિવારજનોના જણાવ્યા મુજબ પ્રવિણભાઇને વાવડીમાં જ આવેલા કોપર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સન પ્લાસ્ટ નામે વાલ્વનું કારખાનું છે. તેમને સંતાનમાં 1 દીકરો અને 1 એક દીકરી છે. સંતાનોએ પિતાની છત્રછાયાં ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...