તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ITની કાર્યવાહી:રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગે RK ગ્રુપના સીલ કરેલા 25 બેંક લોકર ખોલવાનું શરૂ કર્યું, એક જ બેંક લોકરમાંથી 3 કરોડ રૂપિયા મળ્યાં

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
RK ગ્રુપનું રિયલ એસ્ટેટમાં મોટ નામ. - Divya Bhaskar
RK ગ્રુપનું રિયલ એસ્ટેટમાં મોટ નામ.
  • 150 ફૂટ રિંગ રોડ પર સહકારી બેંકની બ્રાંચનું લોકર ખોલાયું, આખુ લોકર રોકડથી જ ભર્યું હતું

શહેરનાં મોટા ગજાના રિયલ એસ્ટેટ ગ્રુપ RK બિલ્ડર ગ્રુપ પર આવકવેરા વિભાગનાં મેગા દરોડા ઓપરેશન કરવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન RK ગ્રુપના 25 બેંક લોકર સીલ કર્યા હતા. આજે 150 ફૂટ રિંગ રોડ પર સહકારી બેંકની બ્રાંન્ચનું એક જ લોકર ખોલતા 3 કરોડ રૂપિયા મળી આવ્યા છે. આખુ લોકર રોકડ રૂપિયાથી ભર્યું હતું

લોકરમાંથી રોકડ સિવાય અન્ય કંઈ મળ્યું નથી
સુત્રોએ જણાવ્યું હતું કે, શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી જાણિતી સહકારી બેંકમાં RK ગ્રુપના સોનવાણી પરિવારનું એક બેંક લોકર સીલ કરવામાં આવ્યુ હતું. આવકવેરા ખાતાએ તપાસના ભાગરૂપે તે ખોલતા અંદાજીત ત્રણેક કરોડની રોકડ મળી આવી હતી. જોકે રોકડ સિવાય અન્ય કંઈ મળ્યુ ન હતું. લોકર રોકડ નાણાંથી જ છલોછલ હોવાનું જાણવા મળ્યું છે. આ રોકડ નાણાં બિનહિસાબી છે કે કેમ તેની ચકાસણી માટે આવકવેરા વિભાગે તે જપ્ત કર્યા છે.

4 દિવસ સુધી દરોડાની કાર્યવાહી ચાલી હતી.
4 દિવસ સુધી દરોડાની કાર્યવાહી ચાલી હતી.

RK ગ્રુપના 40 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા
40 સ્થળોએ હાથ ધરાયેલા દરોડા ઓપરેશન દરમિયાન ઈન્કમ ટેક્સે 6.40 કરોડની રકમ જપ્ત કરી જ હતી. તેમાં વધુ 3 કરોડનો ઉમેરો થયો છે. આવકવેરા દ્વારા 25 જેટલા બેંક લોકરો સીલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી રોકડ, ઝવેરાત તથા બિન હિસાબી વ્યવહારો દર્શાવતા દસ્તાવેજો મળી આવવાની આવકવેરા વિભાગને આશંકા હતી. ત્યાં એક જ લોકરમાંથી ત્રણેક કરોડની રોકડ મળતા ઈન્કમ ટેક્સ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આવકવેરા વિભાગનાં સુત્રોએ અગાઉ જ એવો નિર્દેશ આપ્યો હતો કે, દરોડા ઓપરેશન દરમિયાન સીલ કરવામાં આવેલા 25 બેંક લોકરો વારાફરતી ખોલવામાં આવશે અને તેમાં શંકાસ્પદ દસ્તાવેજોમાંથી માંડીને બિન હિસાબી નાણાં કે ઝવેરાત હોય શકે છે.

દરોડાની કાર્યવાહી દરમિયાન 6.40 કરોડની રોકડ મળી હતી
ચાર દિવસ કરતા વધુ સમય સુધી ચાલેલી દરોડાની કાર્યવાહી દરમિયાન કુલ 6.40 કરોડની રોકડ, 1.80 કરોડના દાગીના ઉપરાંત થોકબંધ દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં 300 કરોડથી વધુની કરચોરીની આશંકા જાહેર કરવામાં આવી હતી. 350 કરોડના રોકડ વ્યવહારોનો ખુલાસો કરવામાં આવ્યો હતો. એક કિસ્સામાં તો 154 કરોડની જમીન ખરીદીમાં 144 કરોડના રોકડ વ્યવહારો થયા હતા. તેનાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને તેમાં ઝીણવટભરી ઊંડી તપાસ થવાના નિર્દેશ છે. ઈન્કમ ટેક્સ દ્વારા સમગ્ર દરોડા ઓપરેશન વખતથી જ તપાસમાં અત્યંત ચુપકીદી રાખવામાં આવી રહી છે.

બિલ્ડરલાઇનમાં RK ગ્રુપનું મોટું નામ.
બિલ્ડરલાઇનમાં RK ગ્રુપનું મોટું નામ.

RK ગ્રુપનું નામ બિલ્ડરલાઇનમાં મોટું
રાજકોટમાં RK બિલ્ડરના નામની ટોચના ગ્રુપમાં ગણના થાય છે અને સંખ્યાબંધ નાના મોટા બિલ્ડરો તેમની સાથે સંકળાયેલા હતા. વ્યાપારીક વ્યવહારો પણ હોવાથી તપાસનો રેલો આવવાની બીકે ફફડાટ સર્જાયો હતો. તહેવારો પૂર્વે જ અનેક બિલ્ડરો ઓફિસોને તાળા મારીને ફરવા ઉપડી ગયા હતા. શંકાસ્પદ વ્યવહારોમાં કનેક્શન ધરાવતા બિલ્ડરોને સમન્સ પાઠવવામાં આવનાર હોવાના નિર્દેશ છે.

અન્ય સમાચારો પણ છે...