• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Husband Used To Torture The Wife By Saying 'You Will Do Ten Fails, What Job Will You Do', The Mother in law Would Fight When She Fell Ill.

સાસરિયાનો ત્રાસ:રાજકોટમાં પરિણીતાને 'તું દસ ફેઈલ શું નોકરી કરીશ' કહી પતિ ત્રાસ આપતો, બીમાર પડતા સાસુ-સસરા ઝઘડો કરતા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટના રેલનગરમાં માવતરે રેહતી પરિણીતા તેના પતિ વિવેક જોષી, સસરા અરુણભાઇ પરસોત્તમભાઈ અને સાસુ સ્મિતાબેન સામે માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.

તને ઘરનું કાઇ કામકાજ આવડતું નથી
ફરિયાદી પરિણીતા જણાવ્યું હતું કે હું મારા પિયરમાં આશરે સાતેક માસથી રહું છે અને ઘરકામ કરું છું. મારા લગ્ન વર્ષ 2020 માં રાજકોટમાં રહેતા અરૂણભાઇ જોષીના પુત્ર વિવેક સાથે થયા હતાં. લગ્ન બાદ હું મારા સાસરીયામાં સયુંકત કુટુંબમાં રહેતા હતા. એકાદ અઠવાડીયુ મને સારી રીતે રાખેલ, બાદમાં મારા સાસુ સ્મિતાબેન મારી સાથે ઘરકામ બાબતે ઝઘડો કરી કહેતા કે તને ઘરનું કાઇ કામકાજ આવડતું નથી.

મારકુટ કરી મનફાવે તેમ બોલતા હતા
જે વાત મારા પતિને કહુ તો તે મારૂ કોઈ સાંભળતો નહી, અને મારા નણંદ નીધીબેન મારી પાસે તેનુ બધુ કામ કરાવતા અને હું કોઇ બીજા કામમાં હોય તો તે ગુસ્સે થઇ જતા અને મારી સાથે ઝઘડો કરતાં હતાં. તેમજ લગ્નના એકાદ માસ બાદ મને પેટમાં ગાંઠ થઇ જતાં અતિશય દુખાવો થતા અમો બન્ને પતિ - પત્નિ ડોકટર પાસે દવા લેવા માટે ગયેલ અને દવાના લીધે મને સતત ઉંઘ આવતી હોવાથી મારા સાસુ-સસરા તથા નણંદ મારી સાથે ઝઘડો કરતા અને મને કહેતા કે તારી પત્ની ઘરનું કોઇ કામકાજ કરતી નથી અને મારા પતિને મારા વિરુધ ચડામણી કરતા જેથી મારા પતિ પણ મારી સાથે ઝઘડો કરતા અને મારકુટ કરી મનફાવે તેમ બોલતા હતાં.

મને મારા પિયરમાં મુકી જતા
વધુમાં જણાવ્યા અનુસાર, મારા સગા ભાઇના લગ્ન હોવાથી મેં પિયરમાં જવાની વાત કરતા મારા સસરાએ મને ના પાડેલ જેથી મેં મારા પપ્પા ને ફોન કરેલ અને મારા પપ્પા એ મારા સસરાને ફોન કરી કહેલ કે ભૂમિકાને લગ્નમાં મોકલો બાદ હું મારા ભાઈ ના લગ્ન માટે ગયેલ અને લગ્નમાં પહેરવા માટે ઘરણા આપેલ નહી.મારા પતિ તથા મારા સાસરીયાવાળા મારી સાથે અવાર-નવાર ઝઘડો કરતા અને મને મારા પિયરમાં મુકી જતા અને બાદ અમો ઘરમેળે સમાધાન કરી મારા પતિ મને તેડી ગયેલ

નોકરી કરવી છે એટલે નાટક કરે છે
હું જ્યાં પહેલા નોકરી કરતી હતી ત્યાંથી નોકરી બાબતે ફોન આવતા મે મારા પતિને વાત કરેલ અને મારા પતિએ મને નોકરી ના પાડેલ અને મારી સાથે ઝઘડો કરેલ બાદ રાતે મેં મારા પતિને કહેલ કે તમે આખો દિવસ નોકરી પર રહો છો થોડો સમય મને પણ આપવાનુ કહેતાં તે ગુસ્સે થઈ કહેલ કે બીજાને સમય આપીશ પણ તેને નહીં આપું.જે બાદ મારા સસરાએ કહેલ કે તેને નોકરી કરવી છે એટલે આવા નાટક કરે છે જે બાદ મારા પતિએ મને કહેલ કે તું દસ ફેઈલ છો તું શું નોકરી કરીશ, તારા ઘરના અહીંયા કોઈ આવવા જોઈએ નહીં જે બાદ મારા પતિ અને સસરા મને માવતર મૂકીને જતા રહેલ હતાં.