આપઘાત:રાજકોટમાં પતિ સાસરીમાં રહેવાને બદલે બહાર ફરતો હતો, પત્નીએ ઠપકો આપતા પતિએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પતિ-પત્ની અલગ રહેતા હોવાનુ થોરાળા પોલીસની તપાસમાં સામે આવ્યું છે

રાજકોટમાં પતિ સાસરીમાં રહેવાને બદલે બહાર ફરતો હતો. જે બાબતે પત્નીએ ઠપકો આપતા પતિએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાનું સામે આવ્યું છે. હાલ આ અંગે થોરાળા પોલીસે ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બન્ને ભાવનગરના ઉમરાળા ગામે ગયા હતા
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ 80 ફૂટ રોડ આંબેડકરનગર શેરીનં.11માં રહેતા રીક્ષાચાલક બાબુ મનજી મકવાણા (ઉ.37) નામના યુવાને પોતાના ઘરે પંખા સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં રીક્ષાચાલક યુવાન બાબુ અને તેની પત્ની હર્ષા ચાર દિવસ પહેલા સાસરીયે ભાવનગરના ઉમરાળા ગામે ગયા હતા જયાં પતિ સાસરીમાં રહેવાને બદલે બહાર ફરતો હતો.

હું પોલીસ સ્ટેશન જાવ છું
જે બાબતે પત્નીએ ફોન કરતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. બે દિવસ પહેલા સાસરીમાંથી ઘરે પરત ફર્યા બાદ પણ સામાન્ય બાબતે શરૂ થયેલ ઝઘડો ચાલુ રહેતા ઘરકંકાશ વધી ગયો હતો અને આજે સવારે પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા હર્ષા પોલીસ સ્ટેશન જાવ છું તેમ કહી નીકળી ગયા બાદ લાગી આવતા ઘરે એકલા રહેતા રીક્ષાચાલક યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

પતિ અને પત્ની અલગ રહેતા હતા
ત્રણ ભાઇ-ત્રણ બહેનમાં ત્રીજા નંબરના બાબુભાઇને સંતાનમાં એક પુત્ર હોવાનું અને પતિ-પત્ની અને પુત્ર અલગ રહેતા હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાલ થોરાળા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.