રાજકોટ શહેરમા એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિએ ઘણા સમયથી શારીરિક સંબંધ ન બાંધતા પત્નીને શંકા ગઈ હતી. તેમજ અન્ય પુરૂષ સાથે રંગેહાથ ઝપડી લેતા પતિ ગે હોવાનું માલૂમ પડ્યું હતું. અંતે મહિલાએ તેના ગે પતિના ત્રાસથી કંટાળી 181 મહિલા અભિયમ ટીમની મદદ માગી હતી. આથી મહિલા અભિયમ ટીમ દ્વારા મહિલાના પતિને કાયદા વિશે માહિતગાર કરી મહિલાને કાઉન્સેલિંગનની જરૂર હોવાથી તેને સખી વન સ્ટોપ સેન્ટર લાવી કાર્યવાહી હાથ ધરી છે.
181 ટીમે મહિલાને સાંત્વના આપી હતી
પ્રાપ્ત વિગત મુજબ ગઇકાલે 3 જૂનના રોજ 181 મહિલા અભિયમ હેલ્પલાઇન પર રાજકોટની એક પરિણીત મહિલાનો કોલ આવ્યો હતો. જેમાં મહિલાએ કોલ કરી પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનું કહી મદદ માગી હતી. આથી કાઉન્સિલર તૃપ્તિબેન પટેલ, કોન્સ્ટેબલ પુષ્પાબેન અને પાયલોટ બીપીનભાઇ સ્થળ પર પહોંચ્યા હતા. અહીં પહોંચી મહિલા સાથે વાતચીત કરી મહિલાને સાંત્વના પાઠવી હતી.
પહેલા પતિના સંબંધ એક મહિલા સાથે હોવાની શંકા હતી
મહિલાએ કાઉન્સિલરને જણાવ્યું હતું કે, તેમના લગ્ન જીવનને 8 વર્ષ થયાં છે અને સંતાનમાં એક 6 વર્ષની દીકરી છે. તેમના પતિને અગાઉ તેની સાથે કામ કરતી એક મહિલા સાથે આડાસબંધ હતા. પરંતુ એ મહિલાના લગ્ન થઇ જતા તેના સબંધો તૂટી ગયા હતા. બાદમાં છેલ્લા ઘણા સમયથી પોતાની સાથે પતિના શારીરિક સંબંધ થતા ન હોવાથી શંકા ઉપજી હતી. બાદમાં ખબર પડી કે પતિના આડાસંબંધો તેની સાથે કામ કરતી મહિલા સાથે નહીં પણ પુરુષ સાથે હોવાનું સામે આવ્યું હતું. આ બંને વાત બંનેને રંગેહાથ પકડ્યા ત્યારે પતિ ગે હોવાની ખબર પડી હતી.
181ની ટીમે બંનેને લગ્નજીવન વિશે સમજણ આપી
બાદમાં અભિયમ ટીમ દ્વારા મહિલાના પતિનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને પૂછપરછ કરવામાં આવી હતી. લગ્નજીવન વિશે પણ સમજણ આપવામાં આવી હતી. પરંતુ પતિ પોતાની ભૂલ કે હરકત સ્વીકારવા તૈયાર ન થતા આખરે અભિયમની ટીમ દ્વારા મહિલાને કાઉન્સેલિંગ માટે સખી વન સ્ટોપ ખાતે લઇ જવામાં આવી હતી અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.