તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસરિયાનો ત્રાસ:રાજકોટમાં પતિએ 'તું તારા માવતરના ઘરેથી કંઈ લાવી નથી' કહી પરિણીતા સાથે મારકૂટ કરી, મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પતિની જૂનાગઢમાં સગાઈ થઈ હતી તે વાત પણ સાસરિયાઓએ છુપાવ્યાનો પરિણીતાનો આક્ષેપ

રાજકોટમાં પરિણીતાને પતિએ 'તું તારા માવતરના ઘરેથી કાઈ લાવી નથી' કહી પરિણીતા સાથે મારકૂટ કરતા મહિલાએ પતિ હેપીભાઇ રસિકભાઇ ખીરસરીયા,સસરા રસિકભાઇ,સાસુ આશાબેન રસિકભાઇ અને નણંદ અમિબેન રસિકભાઇ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ત્રાસ અને મારકુટની ફરિયાદ નોંધાવી છે.

પતિએ મારી સાથે ઝગડો અને મારકૂટ કરવાનું શરૂ કરી દીધું
પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું મારા માવતર ના ઘરે છેલ્લા 6 માસથી રહું છું અને બી.એડ સુધી અભ્યાસ કર્યો છે.મારા લગ્ન રસિકભાઇ હિરજીભાઇ ખીરસરીયાના દિકરા હેપી સાથે થયા છે. લગ્નના ચાર મહિના અમે સંયુક્ત કુટુંબમાં અહી રાજકોટમાં રહેતા હતા અને ત્યારબાદ મારા પતિને ભુજ ખાતે આઇ.ટી.આઇ.માં નોકરી મળતા. હું તેની સાથે ભુજ રહેવા ગઈ હતી. ત્યા ચાર વર્ષ સુધી હું અને મારા પતિ ભાડાના મકાનમાં રહેતા હતા અને મને લગ્નના થોડો સમય સારી રીતે રાખ્યા બાદ પતિએ મારી સાથે ઝગડો અને મારકૂટ કરવાનું શરૂ કરી દીધું હતું.

અપશબ્દો બોલી મને મારકુટ કરતા મારી પ્રેગનેંસી પણ મીસ થઇ હતી
વધુમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, મારા પતિ ઉપરાંત સાસુ આશાબેન અને સસરા રસિકભાઇ અને મારી નણંદ અમિબેને નાની નાની બાબતે જેમ ફાવે તેમ બોલી ગાળો બોલી અને મારકુટ કરતા હતા. મને લગ્નના થોડા સમય બાદ મારા પતિની સગાઇ જુનાગઢ મુકામે થયેલ હતી જે હકિકત પણ મારાથી છુપાવી હતી એ વાત મને પાછળ થી ખબર પડેલ હતી.મારા પતિએ મારા ચશ્મા હુ મારા માવતરના ઘરે ભુલી જતા મને અપશબ્દો બોલી મને મારકુટ કરવા લાગેલ હતા જ્યારે હું પ્રેગ્નન્ટ હતી તે પણ મીસ થઇ હતી.

પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી શરૂ કરી
વધુમાં ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે, મારા પતિ અવારનવાર,તું તારા માવતરના ઘરેથી કંઇ જ લાવી નથી આવી રીતે મારી પાસે દહેજની પણ માંગણી અને સોનાની વીટી ખોવાઇ ગઇ ત્યારે પણ મને ન કહેવાનું કહેલ અને મારી નણંદ અમિબેનના જ્યારે લગ્ન હતા તો હુ કોઇપણ વસ્તુ લઉ તો મને કહેતા કે,તું બોવ ખર્ચ કરે છે.આજથી આશરે પાંચ મહીના પહેલા મારા પતિએ નાની એવી બાબતે મને મારકુટ કરી અને મારા માવતરના ઘરે પહેરેલ કપડે મુકી ગયેલ અને ત્યારથી આજદિન સુધી અમોએ ઘરમેળે સમાધાન કરવા માટેના પ્રયત્ન કર્યા હતા.પરંતુ અમારી વચ્ચે અને સમાધાન થયેલ નહી જેથી હું મારા માવતરના ઘરે જ છું અને મારા સાસુ - સસરા તેઓ મારા પતિ સાથે કચ્છ મુકામે જતા રહ્યા છે.આમ,આ અંગે મહિલા પોલીસ મથકના સ્ટાફે ફરિયાદના આધારે PSI એ.જે.લાઠીયા સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.