પતિએ હદ વટાવી:રાજકોટમાં 'મારે નંદા સાથે પ્રેમસબંધ છે' કહી પતિએ મંદિરમાંથી તલવાર લઈ પત્ની પર હુમલો કર્યો, પુત્ર વચ્ચે પડતા ઘવાયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પાડોશીઓ એકઠા થઈ જતાં પતિ મારી નાંખવાની ધમકી આપી નાસી ગયો

રાજકોટ શહેરમાં પતિની ક્રૂરતાની ઘટના સામે આવી છે. જ્યાં મવડી પ્લોટમાં આવેલા ધરમનગરમાં 'મારે નંદા સાથે પ્રેમસબંધ છે, તું ચાલી જા કહી' કહી પતિએ મંદિરમાંથી તલવાર લઈ પત્ની પર હુમલો કર્યો હતો. જ્યાં પુત્ર વચ્ચે પડતાં તેને પણ તલવારથી ઘાયલ કરી મારવા દોડ્યો હતો.

પુત્રને પેટમાં છરકો માર્યો
પ્રાપ્ત વિગત મુજબ, મવડી પ્લોટમાં ધરમનગર શેરી નં.2માં રહેતી કિરણબેન રવિન્દ્રભાઈ સોંદરવા (ઉ.વ.40) નામની પરિણીતાએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ રવિન્દ્ર ખીમજી સોંદરવાનું નામ આપ્યું છે. જ્યાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગઈકાલે તેણી ઘરે હતી ત્યારે પતિએ 'મારે નંદા સાથે પ્રેમસબંધ છે, મારે તેને ઘરમાં બેસાડવી છે, તું ઘરેથી ચાલી જા કહી' પ્લાસ્ટિકના પાઈપથી મારમાર્યો હતો તથા તેનો પુત્ર સાહિલ વચ્ચે પડતાં પતિએ તેને પણ ધકકો મારી પછાડી દઈ મંદિરમાંથી તલવાર લઈ પત્નીને મારવા જતો હતો. એસમયે પુત્ર વચ્ચે પડતા તેને પણ પેટમાં છરકો માર્યો હતો.

માતા-પુત્રને સારવાર માટે સિવિલમાં દાખલ
જ્યાં કિરણબેન અને તેનો પુત્ર રાડારાડી કરતા પાડોશીઓ એકઠા થઈ ગયા હતા. જેથી આરોપી પતિ રવિન્દ્રએ બન્નેને મારી નાંખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. હાલ ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસેI PCની કલમ 323,504 અને 506(2) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...