પત્નીના ત્રાસનો આક્ષેપ:રાજકોટમાં પત્નીએ ‘તમારે મરી જવું હોય તો મરી જાવ હું સાસરે નહીં આવું’ કહેતા પતિ અને તેની માતાએ ફિનાઈલ પીધું, 3 વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માતા-પુત્ર બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ. - Divya Bhaskar
માતા-પુત્ર બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ.
  • નવરાત્રિમાં માવતરે રિસામણે ગયા બાદ પતિએ કોલ કર્યો તો ન આવવાની ધમકી આપતા પગલું ભર્યું

રાજકોટમાં પેડક રોડ ગાંધીસ્મૃતિ સોસાયટીમાં રહેતા માતા-પુત્રએ પુત્રવધૂના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લેતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. પરિણીતા માવતરે રિસામણે ગયા બાદ કોલ કરી કહ્યું કે હું પાછી નહીં આવું તમારે મરી જવું હોય તો મરી જાવ. આથી માતા-પુત્રને લાગી આવતા બંનેએ ફિનાઇલ પી લીધું હતું. આ અંગે બી ડિવીઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

યુવાને ઈમિટેશનનો વ્યવસાય કરે છે
પ્રાપ્ત વિગત મુજબ પેડક રોડ ગાંધીસ્મૃતિ સોસાયટી સોસાયટી- 2માં રહેતા કાંતાબેન લાલજીભાઈ સેરસિયા અને તેમનો પુત્ર જીતેન્દ્રએ પોતાના ઘરે ફિનાઇલ પી જતા તેઓ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જીતેન્દ્ર બે ભાઇ બે બહેનમાં નાનો છે. પોતે ઈમિટેશનની મજૂરી કરે છે. તેમના લગ્નને ત્રણ વર્ષ થયાં છે તેમણે બેડીપરાની નયના કનુભાઈ પરમાર નામની ત્યક્તા સાથે લવમેરેજ કર્યા હતા. તેમને સંતાનમાં એક આગલા ઘરનો પુત્ર છે. જીતેન્દ્રના જણાવ્યા મુજબ નયના અમારા ઘર સામે ભાડાના મકાનમાં રહેતી ત્યારે તેની સાથે પ્રેમ પાંગર્યો હતો. લગ્ન બાદ બંને સાથે રહેતા હતા. થોડા દિવસ પહેલા નવરાત્રિમાં કોઈ ચડભડ થતા માવતરે જતી રહી છે.

પૂત્રવધૂ પુત્રને માર મારતી હોવાનો માતાનો આક્ષેપ
કાંતાબેને આક્ષેપ કર્યો હતો કે, નયના અવાર નવાર ઝઘડા કરી મારા પુત્રને માર મારતી હતી. આજે જીતેન્દ્રએ પત્નીને કોલ કર્યો કે હું તેડવા નહીં આવી શકું કામ બહુ છે માટે નયનાએ કીધું કે તો મારે હવે નથી આવું તારે મરી જવું હોય તો મરી જા. આથી કંટાળી ગયેલા માતા-પુત્ર ફિનાઇલ પી ગયા હતા. આ અંગે બી ડિવીઝન પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.