• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The House Of 5 People, Including A Retired Army Man, Was Robbed By Breaking The Window, The Smugglers Fled When People Woke Up.

તસ્કરો બેફામ:રાજકોટમાં નિવૃત આર્મીમેન સહીત 5 લોકોના ઘરમાં બારી તોડી ચોરીને અંજામ અપાયો, લોકો જાગી જતા તસ્કરો નાસી છુટયા

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
બારી તોડી ચોરી કરી - Divya Bhaskar
બારી તોડી ચોરી કરી

રાજકોટ મોરબી હાઈવે પર રતનપર ગામની ડ્રિમલેન્ડ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારમાં તસ્કરોએ એક સાથે એક રાતમાંનિવૃત આર્મીમેન સહીત પાંચ લોકોના ઘરમાં ગ્રીલ તેમજ બારી તોડી પ્રવેશ કરી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

કબાટમાં રાખેલા ઘરેણાંની ચોરી કરી
કબાટમાં રાખેલા ઘરેણાંની ચોરી કરી

સવા લાખ રૂપિયાની મતા ચોરાઇ છે
નિવૃત આર્મીમેનના પુત્ર અને સરકારી પ્રાથમિક સ્કુલના શિક્ષક નીતિનભાઇ મહેશભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે તસ્કરો આવ્યા હતા લોકો પોતપોતાના ઘરમાં નીચેના માળે સુતા હતા ત્યારે ઉપરના માળે તસ્કરોએ બારી તોડી પ્રવેશ કરેલો, અમારા ઘરમાં ઉપરના માળે કબાટમાં રાખેલા ઘરેણાં અને પાંચેક હજારની રોકડ મળી અંદાજે સવા લાખ રૂપિયાની મતા ચોરાઇ છે.

પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

મહિલાએ બુમાબુમ કરી
આ સાથે બાજુના એક મકાનમાં સાવ સાંકડી બારીમાંથી ચોર પ્રવેશ કર્યો હતો. ઉપરના એક રૂમમાં જયાં એક વૃધ્ધ સુતા હતા તેનો દરવાજો બહારથી બંધ કરી ઘરના હોલમાં ઉતરતી સીડી મારફત નીચેના રૂમમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે જ ઘરના હોલમાં સુતેલા પરિવારના મહિલા જાગી જતા તસ્કર સીડી ચડી તુરંત ઉપરના માળે ભાગી ફરાર થઇ ગયો હતો. મહિલાએ બુમાબુમ કરતા તેમના ઘરના અને આસપાસ રહેતા લોકો જાગી ગયા હતા. જેથી તસ્કરો ભાગી છુટયા હતા. જાગેલા લોકોએ તપાસ કરતા સોસાયટીના ચારેક મકાનોમાં બારી તોડી તસ્કરો આવ્યા હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ કુવાડવા રોડ પોલીસ મથકને કરવામાં આવી હતી. પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.