• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Family Of A Young Woman Abducted A Lover Couple From Surat, Sprayed Petrol On The Young Man's Head With A Gun, Arrested 4

હત્યાનો પ્રયાસ:રાજકોટમાં યુવતીના પરિવારે સુરતથી પ્રેમીયુગલનું અપહરણ ર્ક્યું, યુવકના માથા પર બંદૂક તાકી પેટ્રોલ છાંટ્યું, 4ની ધરપકડ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી - Divya Bhaskar
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી
  • દોઢ મહિના પૂર્વે તિરુપતિ સોસાયટીમાં રહેતા યુવક-યુવતીએ ભાગીને સુરત લગ્ન કરી લીધા હતા
  • મારકૂટ કરી વકીલની હાજરીમાં લખાણ પણ કરાવી લીધાનો યુવકનો આક્ષેપ

રાજકોટના પ્રેમીયુગલે દોઢ મહિના પૂર્વે ભાગીને સુરતમાં પ્રેમલગ્ન કરી લીધા હતા. આ મુદ્દે રોષે ભરાયેલા યુવતીના પરિવારજનોએ ગુરુવારે સુરતથી પ્રેમીયુગલનું અપહરણ કરી બંનેને મારકૂટ કરી હતી અને જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક યુવક પર પેટ્રોલ છાંટી દીધું હતું અને કાંડી ચાંપવાની ધમકી આપી હતી, એટલું જ નહીં યુવતીને તેના પરિવારજનો ઉઠાવી ગયા હતા. જે સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુવક ઘંટેશ્વર નજીક ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યો
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટના મોરબી રોડ પરની તિરુપતિ સોસાયટીમાં રહેતો યોગેશ રામજીભાઇ ભૂત નામનો યુવક ગુરુવારે સાંજે જામનગર રોડ પર ઘંટેશ્વર નજીકથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, હોસ્પિટલના બિછાનેથી યોગેશે કહ્યું હતું કે, તે એક કારખાનામાં કામ કરતો હતો. જે કારખાનામાં મીનલ નામની યુવતી પણ કામે આવતી હતી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો.

રસ્તામાં ઢોરમાર માર્યો હતો
પરિવારજનો એક નહીં થવા દે તેવી ભીતિ લાગતાં દોઢ મહિના પૂર્વે યોગેશ અને મીનલ ભાગીને સુરત પહોંચ્યા હતા અને ત્યાં બંનેએ પ્રેમલગ્ન કરી લીધા હતા. યુવતીના પરિવારજનો આ ઘટનાથી રોષે ભરાયા હતા અને ગુરુવારે સુરત પહોંચી ગયા હતા. સુરતથી યોગેશ અને મીનલને ઉઠાવી લઇ કારમાં અપહરણ કરી રાજકોટ લઇ આવ્યા હતા અને રસ્તામાં ઢોરમાર માર્યો હતો.

બે વકીલ પણ આવ્યા હતા
ઘંટેશ્વર નજીક લઇ ગયા બાદ એ શખ્સની સાથે બે વકીલ પણ આવ્યા હતા અને મારકૂટ કરી લખાણ કરાવી લીધું હતું એટલું જ નહીં એક શખ્સે યોગેશના લમણા પર રિવોલ્વર તાકી હતી અને થોડીવાર બાદ તેના પર પેટ્રોલ છાંટ્યું હતું, કાંડી ચાંપી મારી નાખવાની ધમકી આપી યુવતીને પોતાની સાથે લઇનાસી ગયા હતા. હાલ સમગ્ર મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી લાખા ગોલતર, ભુપત ગોલતર, જીવણ ગોલતર અને સંજય ગોલતરની ધરપકડ કરી રાયોટીંગ અને અપહરણનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ સહિતના મુદ્દે આરોપીઓની પુછપરછ હાથ ધરી છે.