સ્નેહમિલન:રાજકોટમાં સ્વજનોનું ચક્ષુદાન કરનારા અને લેનારા પહેલીવાર મળતા આંખ ભીની થઈ ગઈ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં રવિવારે અંગદાન, ચક્ષુદાન, દેહદાન ઋણ સ્વીકારનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ઉંમર, અકસ્માત કે બીમારીને કારણે આંખ ગુમાવનારા, આંખોનું દાન મેળવનારા તેમજ પોતાના મૃતક પરિવારજનોની આંખનું દાન કરનારા સભ્યો પહેલીવાર એક મંચ પર આવ્યા હતા.

જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકજાગૃતિ માટે આયોજિત આ કાર્યક્રમમાં આ તમામ સભ્યો એકબીજાની સામે આવતા જ ગળગળા થઈ ગયા હતા અને તેમની આંખો ભીંજાઈ ગઈ હતી. તે વખતે અત્યંત કરુણ અને ભાવવાહી દૃશ્યો સર્જાયા હતા. આ કાર્યક્રમમાં 110થી વધુ લોકોનું સન્માન કરાયું હતું, જેમાં તબીબો અને અન્ય શહેરીજનો પણ જોડાયા હતા. આ દૃશ્ય જોઈને અનેક લોકોએ ચક્ષુદાન, દેહદાન અને અંગદાનનો સંકલ્પ લીધો હતો.

આ ટ્રસ્ટના અધ્યક્ષ ઉમેશભાઈ મહેતા કહે છે કે, અમે 1994થી ચક્ષુદાનની કામગીરી સાથે સંકળાયેલા છીએ. આ પ્રકારના દાન માટે અમે સ્મશાનોમાં જઈને પણ લોકોને સમજાવીએ છીએ. હાલમાં ચારથી વધુએ પોતાના મૃતક સ્વજનોને અંતિમ સંસ્કાર આપતાં પહેલાં ચક્ષુદાન કર્યું છે.

7 વર્ષમાં આટલા સંકલ્પ

  • 939 ચક્ષુદાન
  • ​​​​​​​613 અંગદાન
  • ​​​​​​​404 દેહદાન
અન્ય સમાચારો પણ છે...