• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Engineer Searched The Number In Google And Called The Animal Helpline, Rs 11,000 Was Withdrawn From The Bank By Filling The Form.

સાયબર ફ્રોડ:રાજકોટમાં એન્જિનિયરે ગૂગલમાં નંબર સર્ચ કરી એનિમલ હેલ્પલાઇનમાં ફોન કર્યો, ફોર્મ ભરતા બેન્કમાંથી રૂ.11 હજાર ઉપડી ગયા

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ગૂગલમાં સર્ચ કરી નંબર શોધતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો, ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

પહેલા તો નિરક્ષર લોકો ઓનલાઈન છેતરપીંડીના ભોગ બનતા હતા. હવે તો ગ્રેજયુએટ અને એન્જિનિય કક્ષાના લોકો પણ ભોગ બની રહ્યા છે. જેમાં રાજકોટના મિકેનિકલ એન્જિનિયરે તેની કંપનીમાં ઘાયલ કબૂતરની સારવાર કરાવવા ઓનલાઈન સર્ચ કરી એનિમલ હેલ્પલાઈનનો સંપર્ક કરતાં અલગ અલગ 4 એકાઉન્ટમાંથી રૂ.11 હજાર ઉપડી ગયાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ ચારેય એકાઉન્ટમાં નેટ બેંકીંગની સુવિધા છે
આ અંગે ફરિયાદી ચિરાગભાઇ ગીરીશભાઇ ટાંકએ જણાવ્યું હતું કે, હું મેટોડા જીઆઇડીસીમાં આવેલ ઇન્દ્રાટેલિલિંક્સ નામની કંપનીમાં મીકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરૂ છું. તેમજ હું કોસમોસ બેંક અમીનમાર્ગ રાજકોટમાં એકાઉન્ટ નંબર 0700501019424, બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ નંબર 38760100008499 અને બેંક ઓફ ઇ ન્ડીયા એકાઉન્ટ નંબર 313210310001545 અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા 34075378788 થી સેવિંગ એકાઉન્ટ ધરાવતો હતો જે એકાઉન્ટ જાન્યુઆરી 2020માં બંધ કરાવેલ છે. આ ચારેય બેંક એકાઉન્ટમાં નેટ બેંકીંગની સુવિધા માટે મારો મોબાઇલ નંબ 9510703997 રજીસ્ટર્ડ કરાવેલ હતો.

તમે ગુગલ પે થી પેમેન્ટ કરી શકો છો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2019 માં હું ભરૂડી ટોલનાકા પાસે આવેલ સિનોવા ગીયર્સ નામની કંપનીમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે નોકરી કરતો હતો. ત્યારે અમારી કંપનીમાં મેં એક ઘાયલ કબુતર જોયેલ જે કબુતરની સારવાર કરાવવા માટે મેં મારા મોબાઇલથી ગુગલમાં એનિમલ હેલ્પ લાઇનનો નંબર સર્ચ કરી મો.નં 77359 70596માં ફોન કરતા ફોન રીસીવ થયેલ નહી. અને બે ત્રણ મીનીટ પછી મારા મોબાઈલ ફોનમાં મોબાઇલ નંબર 77359 70596 પરથી ફોન આવેલ અને સામેથી વાત કરનાર વ્યક્તિએ મારી સાથે હીન્દી ભાષામાં વાત કરી મને કહેલ કે 10 રૂપિયાના દરે એમ્બ્યુલન્સ મોકલવામાં આવશે જેનું પેમેન્ટ તમે ગુગલ પે અથવા નેટ બેંકીંગથી કરી શકો છો.

મારા મોબાઇલમાં એક મેસેજ આવેલ છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જેથી મેં કહેલ કે હું ગૂગલ પે દ્વારા 10 રૂપિયા ચૂકવવા માંગુ છું એટલી વાત થયેલ હતી અને થોડીવારમાં મારા ફોનમાં મોબાઇલ નંબર 6290650243 ઉપરથી ટેક્સ્ટ મેસેજ આવેલ અને ફરીવાર મને મોબાઇલ નંબર 77359 7059670596 પરથી ફોન આવેલ કે તમારા મોબાઇલમાં એક મેસેજ આવેલ છે. તે મેસેજ હું જે નંબર લખાવું તેમાં ફોરવર્ડ કરી દો, તેમ વાત કરી મને 9634224747 નંબર લખાવેલ હતા અને મેં ચાલુ ફોનમાં મારા મોબાઇલમાં આવેલ મેસેજ તેણે લખાવેલ મોબાઇલ નંબર 9634224747 ઉપર ટેક્સ્ટ મેસેજ કરી ફોરવર્ડ કરેલ હતા.

એનિમલ હેલ્પલાઇનમાંથી ગાડી આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ ચાલુ ફોનમાં તેણે મને કહેલ કે એનિમલ હેલ્પ લાઇનનું ફોર્મ ભરવાની લિંક મોકલું છું તે ઓપન કરી ફોર્મ ભરી દો તેમ કહેતા મારા મોબાઇલમાં મોબાઇલ નંબર 814117902 ઉ52 થી એક લિંક આવેલ જે લિંક મેં ખોલતા એક ફોર્મ ખુલેલ જેમાં મારૂ નામ , 10 રૂપિયા એમાઉન્ટ અને UPI પિન નંબર એન્ટર કરતા સામેથી વાત કરનાર વ્યક્તિએ મને કહેલ કે તમારૂ ફોર્મ ભરાઇ ગયેલ છે થોડી વારમાં એનિમલ હેલ્પલાઇનમાંથી ગાડી આવશે. તેમ વાત કરી ફોન કાપી નાખેલ હતો.

રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ 2 મિનિટમાં મારા મોબાઇલમાં બેંકોમાંથી મેસેજ આવતા મને જાણ થયેલ કે મારા એસ.બી.આઇ. એકાન્ટમાંથી રૂ.4,200, બેંક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટમાંથી રૂ.2,600, કોસમોસ બેંક એકાઉન્ટમાંથી રૂ.2,200, બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી રૂ.2 હજાર એમ કુલ 11 હજાર ઉપડી ગયેલ હતા. અને આ બાબતે મેં પોલીસ કમિશનર સાહેબ રાજકોટની કચેરીમાં અરજી કરેલ હતી. અંગેની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.