તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતના બે પ્રયાસ:રાજકોટમાં હિસ્ટ્રીશીટરને મોટાભાઈએ ઠપકો આપી ઝઘડો કર્યો, હિસ્ટ્રીશીટરે ફિનાઇલ પી લેતા મોટાભાઈએ પણ ગળેફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલ બન્ને ભાઈઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા હિસ્ટ્રીશીટરને મોટાભાઈએ ઠપકો આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં હિસ્ટ્રીશીટરે ફિનાઇલ પી લેતા મોટાભાઈએ પણ ગળેફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આથી બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

બન્ને ભાઈઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા સાવન મીઠાભાઇ પરમારએ રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ફીનાઇલ પી લીધું હતું. નાનાભાઈએ ફિનાઇલ પી લેતા મોટાભાઈ સંજય મીઠાભાઈ પરમારએ પણ ગળેફાંસો ખાઇ લીધો હતો બંને ભાઈઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નાનાભાઈને મારામારી બાબતે ઠપકો આપ્યો હતો
પ્રાથમિક પૂછતાછમાં ફિનાઇલ પી લેનાર સાવન પરમાર હિસ્ટ્રીશીટર છે અને ચોરી કરવાની ટેવ ધરાવે છે અને બહાર અન્ય લોકો સાથે મારામારી કરતો હોવાથી મોટા ભાઇ સંજય પરમારે આ બાબતે ઠપકો આપ્યો હતો. મોટાભાઇએ ઠપકો આપતાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સાવન પરમારે ફિનાઇલ પી લેતા મોટાભાઈ સંજય પરમારે પણ ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ત્રાજીયા સહિતના સ્ટાફે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.