રાજકોટ શહેરના વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં ઇકો કારના ચાલકે શ્વાનને અડફેટે લઇ કચડી નાખતા તેનું મોત થયું હતું. આ મામલે ચાલક સામે અહીં રહેતા મહિલાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદી મહિલા એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ બાબતે ઠપકો આપવા જતાં ઇકો ચાલકે કહ્યું હતું કે, કૂતરો તો ઠીક બાળકો આડા આવશે તો તેને પણ ઉડાવી દઈશ.
પાલતુ શ્વાનને કચડી નાખ્યો
રાજકોટના નાનામોવા પાસે આવેલી વામ્બે આવાસ યોજના કવાર્ટરમાં રહેતા યોતિબેન મનસુખલાલ ગોસાઈ દ્રારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અહીં વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં જ રહેતા જયદીપ શૈલેષભાઈ બગડાનું નામ આપ્યું છે. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ ગઈકાલ રાત્રીના સાડા આઠ વાગ્યા આસપાસ અહીં વામ્બે આવાસ યોજના કવાર્ટર મેઇન રોડ પર પોતાની ઇકો પુરપાટ ઝડપે ચલાવી અને શેરી માં રહેલા પાલતુ શ્વાનને કચડી નાખ્યો હતો જેથી તેનું મોત થયું હતું મહિલાએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે ઇકો ચાલકે કૂતરાને કચડી નાંખ્યા બાદ તેને સમજાવવા માટે ગયા હતા અને તેને કહ્યું હતું કે શેરીમાં નાના બાળકો પણ રમતા હોય છે.
મહિલાએ ફરિયાદ દાખલ કરી
જેથી પોતાનું વાહન ધીમેથી અને ધ્યાન રાખીને ચલાવે ત્યારે ઇકો ચાલકે ઉશ્કેરાઇને કહ્યું હતું કે, જો બાળકો આડા આવશે તો તેને પણ ઉડાવી દઈશ જેથી અંતે મહિલા આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદ પરથી પોલીસે આરોપી ઇકો ચાલક સામે આઈપીસીની કલમ 279, 428 તથા એમ.વી એકટ ની કલમ 184, 177 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.