બાલાજી હોલ નજીક બાંધકામ સાઇટમાં કલર કામની મજુરી કરતો અને ત્યાં જ રહેતો બિહારી શ્રમિક ગૌતમ પાસવાન પાંચ દિવસથી તાવમાં સપડાયો હતો. ખતરનાક ડેન્ગ્યુ સામે તંદુરસ્ત યુવાને ટુંકી સારવારમાં જ રાજકોટ સિવિલમાં દમ તોડી દીધો
મચ્છરના પોરા મળ્યા હતા
રાજકો શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાએ અજગરી ભરડો લીધો છે ત્યારે વધુ એક વ્યકિતનું શહેરમાં ડેન્ગ્યુથી મોત થયું છે. ડેન્ગ્યુથી વધુ એક મોત નોંધાતા શહેરમાં ફરી ચકચાર મચી છે. રાજકોટમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા છેલ્લા કેટલાક સમયથી રાજકોટ મનપા તંત્ર ઉંધે માથે થયું છે.મનપાની આરોગ્ય શાખા ઠેર-ઠેર દોડી રહી છે. અને મચ્છર ઉપદ્રવના ઠેકાણા શોધી કાર્યવાહી કરી રહી છે. ત્યારે બાંધકામ સાઇટમાં મચ્છરના પોરા મળ્યા હતા.
પાંચેક દિવસથી તાવ આવતો હતો
ખાસ કરીને રહેણાંક વિસ્તારો સાથે બાંધકામ સાઇટો પણ મોટા મચ્છર ઉપદ્રવ કેન્દ્રો હોવાનું અગાઉ પણ અનેક વખત તારણ નીકળી ચુકયું છે ત્યારે આજે બાંધકામ સાઇટના જ એક શ્રમિક યુવાને ડેન્ગ્યુથી જીવ ગુમાવ્યો છે. મળતી વિગત મુજબ શહેરમાં 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલથી આગળ ધોળકીયા સ્કુલ પાસે આવેલ એપલ નામની બાંધકામ સાઇટ પર મજુરી કામ કરતો અને અહીંજ ઓરડીમાં રહેતો ગૌતમ કુમાર સુરેશભાઇ પાસવાન (ઉ.વ.21) અચાનક બિમાર પડયો હતો. પાંચેક દિવસથી તાવ આવતો હોય જનરલ કોઇ કલીનીકમાંથી દવા લીધેલી જે પછી રાજકોટ સિવિલમાં દાખલ થતા ડેન્ગ્યુ હોવાનું જાણવા મળેલ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.