ઘોર કળયુગ:રાજકોટમાં પુત્રવધુએ રિક્ષાચાલકને સોપારી આપી વૃદ્ધ સાસુને માર ખવડાવ્યો, સાસુએ દેકારો કરતા દીકરો દોડતો આવ્યો અને પુત્રવધુનો ભાંડો ફૂટ્યો

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • રીક્ષા ચાલકે 'તારી વહુને હેરાન કરીશ તો તને જાનથી મારી નાખીશ' કહી વૃદ્ધાને અપશબ્દો બોલી લાત ફટકારી હતી,
  • ભકિતનગર પોલીસ સ્ટેશનમાં રિક્ષાચાલક અને આરોપી પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ દાખલ

રાજકોટમાં હરિ ઘવા મેઇન રોડ પર ન્યુ સુભાષ શેરી-6 માં રહેતા વૃઘ્ધ મહિલાને તેની જ પુત્રવધુએ રીક્ષા ચાલકને સોપારી આપી વૃઘ્ધ સાસુને માર ખવડાવ્યો હતો. પરંતુ દેકારો કરતા આસપાસના લોકો અને તેમનો દીકરો આવી જતા પુત્રવધુનો ભાંડો ફૂટ્યો હતો. આ મુદ્દે સાસુએ પુત્રવધુ અને રિક્ષાચાલક વિરુઘ્ધ ભકિતનગર પોલીસમાં ફરીયાદ દાખલ કરી છે.

રીક્ષા ચાલકે વૃદ્ધાને અપશબ્દો કહી લાત ફટકારી હતી
પ્રાપ્ત વિગત મુજબ ન્યુ સુભાષનગર શેરી નં. 6માં રહેતા મંજુલાબેન રત્નાભાઇ ડોબરીયા (ઉ.58) એ ભકિતનગર પોલીસ મથકમાં પુત્રવધુ શીલ્પા જીજ્ઞેશભાઇ ડોબરીયા અને 80 ફુટ રોડ ખોડીયારપરા શેરી નં. 34માં રહેતા અનીલ ભકિતરામભાઇ સરપદડીયા સામે ફરીયાદ નોંધાવેલ છે ફરીયાદમાં જણાવ્યા મુજબ મંજુલાબેન ગઇકાલે પોતના ઘરે હતા ત્યારે પુત્રવધુ શીલ્પા તેની સાથે રીક્ષામાં બેસીને એક ભાઇને ઘરે લઇ આવેલ અને પુત્રવધુ શીલ્પા અને રીક્ષા ચાલક બન્ને ઘરમાં પ્રવેશ કરી રીક્ષા ચાલકે મંજુલાબેનને અપશબ્દો કહી ઝઘડો કરી અને ઉશ્કેરાઇને લાતો મારી હતી અને કહ્યું હતું કે 'તારી વહુને હેરાન કરીશ તો તને જાનથી મારી નાખીશ' તેમ ધમકી આપી હતી.

રીક્ષા ચાલકને શેરીના ખુણેથી પકડી પોલીસને હવાલે કર્યો
મંજુલાબેને દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને પુત્ર જીજ્ઞેશભાઇ આવી જતા માતા મંજુલાબેનને છોડાવ્યા હતા. દરમ્યાન રીક્ષા ચાલક ત્યાંથી ભાગવા જતા પુત્ર જીજ્ઞેશભાઇએ રીક્ષા ચાલકને શેરીના ખુણેથી પકડી લીધો હતો અનેતેનું નામ પુછતા તેેણે પોતાનુ નામ અનીલ ભકિતરામભાઇ સરપદડીયા જણાવ્યું હતું. બાદ તેને પકડી ભકિતનગર પોલીસ મથકે લઇ ગયા બાદ એ.એસ.આઇ. ફીરોજભાઇ શેખ તથા રાઇટર ભરતભાઇ જોગીયાએ મંજુલાબેનની ફરીયાદ પુત્રવધુ શીલ્પા અને રીક્ષા ચાલક અનીલ ભકિતરામભાઇ સરપદડીયા સામે ગુનો દાખલ કરી બંનેની ધરપકડ કરી હતી.આ અંગે એ.એસ.આઇ. ભરતસિંહ સોલંકીએ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...