• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Crime Branch Arrested Fugitive Notorious Bootlegger Feroze And Registered 28 Offenses Against The Accused In One Year.

ક્રાઇમ:રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે ફરાર થયેલા નામચીન બુટલેગર ફિરોઝની ધરપકડ કરી, એક વર્ષમાં આરોપી વિરૂદ્ધ 28 ગુના નોંધાયા છે

રાજકોટ5 મહિનો પહેલા
નામચીન બુટલેગર ફિરોઝ
  • તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચે 425 પેટીથી વધુ દારૂનો જથ્થો પકડ્યો હતો

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વિદેશી દારૂના સપ્લાયમાં નામચીન અને જંગલેશ્વર નજીક દેવપરા મેઇન રોડ પર ખ્વાઝા મંજીલ ખાતે રહેતો ફિરોઝ ઉર્ફ ફિરીયો હાસમભાઇ મેણુ ગત વર્ષે ક્રાઇમ બ્રાન્ચે કરેલા દારૂના ગુનામાં અને તાજેતરમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચે વાંકોનર પોલીસની હદમાંથી પકડેલા 425 પેટીથી વધુ દારૂનો જથ્થો પકડ્યો એ ગુનામાં ફરાર હતો. જેને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે મહિકાના પાટીયેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફિરોજ સામે એક વર્ષમાં 28 ગુના નોંધાયા છે.

ક્રાઇમ બ્રાન્ચે 425 પેટીથી વધુ દારૂનો જથ્થો પકડ્યો
જૂના ગુનાઓમાં નાસતા ફરતાં બુટલેગરોને શોધી કાઢવા અને દારૂની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સુચના આપી હતી. જેના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમે આવા કેસો શોધવા અને ભાગતા ફરતા આરોપીઓને પકડવા કામે લાગી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, નામચીન બૂટલેગર ફિરોઝ ઉર્ફ ફિરીયો સંધી મહિકાના પાટીયા પાસે આવ્યો છે. તેના આધારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફિરીયા વિરૂદ્ધ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ગત વર્ષે એક ગુનો નોંધાયો હતો. જેમાં તે ફરાર હતો તેમજ તાજેતરમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા વાંકાનેર પોલીસની હદમાંથી 425 પેટી જેટલો દારૂ પકડ્યો હતો. આ દારૂ પણ ફિરોઝ ઉર્ફ ફિરીયાનો હોવાનું ખુલતાં તે ગુનામાં પણ વોન્ટેડ હતો.

એક વર્ષમાં 28 ગુના નોંધાય ચૂક્યા છે
વાંકાનેર પોલીસની હદમાંથી 23 જૂનના રોજ 19.95 લાખનો 5099 બોટલ દારૂ તથા વાહનો મળી કુલ રૂ. 41,03,520નો મુદ્દામાલ કબ્જે કરી વાંકાનેર તાલુકા પોલીસને રાજકોટ ક્રાઇમ બ્રાંચે સોંપ્યો હતો. આ દારૂ પણ જથ્થો ફિરીયાનો હોવાનું સામે આવ્યું હતું. પોલીસના મુજબ ફિરોઝ ઉર્ફ ફિરીયા વિરૂદ્ધ વર્ષ 2000થી 2021 સુધીમાં રાજકોટ, ટંકારા, ધ્રોલ, લોધીકા, ગોંડલ, શાપરમાં દારૂ-જૂગાર-મારામારીના 28 ગુના નોંધાઇ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ 26 ગુના દારૂના છે.

વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવાશે
વર્ષ 2003માં વાંકાનેર સીટીમાં હત્યાના ગુનામાં પણ સંડોવણી ખુલતાં ચાર વર્ષ જેલમાં રહ્યો હતો. અગાઉ તે ત્રણ વખત પાસા તળે નડિયાદ, સુરત, મહેસાણા જેલની હવા પણ ખાઇ ચુકયો છે. હાલ ડીસીબીના ગુનામાં તેની ધરપકડ કરી વિશેષ પુછતાછ માટે રિમાન્ડ મેળવાશે. એ પછી વાંકાનેર તાલુકા પોલીસ કબ્જો સંભાળશે. હાલમાં તે વાંકાનેર વાડી વિસ્તાર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં ભાગતો ફરતો હોવાનું રટણ કરે છે. તે કયાંથી જથ્થો મંગાવે છે અને રાજકોટ-સૌરાષ્ટ્રમાં કોને કોને આપે છે? તે અંગે વિશેષ તપાસ માટે રિમાન્ડ મેળવવામાં આવશે.