શિક્ષિકાની માફિયાગીરી:લંડન રહેતી મહિલાએ રાજકોટનો બંગલો શિક્ષિકા અને તેના પતિને 7 વર્ષ પહેલા ભાડે આપ્યો'તો, દંપતીએ પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કલેક્ટરને કરેલી અરજીમાં 2018થી આજદિન સુધી ભાડું પણ ન આપ્યાનો આક્ષેપ

રાજકોટ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલી ગુલમહોર રેસિડેન્સી બ્લોક નંબર A-17ના મકાન માલિક અને હાલ લંડન રહેતા નયનાબેન વિનોદભાઇ શાહે 2014માં મનીષભાઇ ગોહેલ અને શિક્ષિકા પત્ની શોભનાબેન ગોહેલને ભાડે આપ્યું હતું. બાદમાં છેલ્લા કેટલાક સમયથી ભાડું ન આપી મકાન પચાવી પાડવાના ઇરાદે ખાલી ન કરી ગુનો કરતા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મકાન માલિકના જીજાજીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી હતી. જેના આધારે યુનિવર્સિટી પોલીસે મકાન ભાડે રાખનાર મનીષ ગોહેલ અને તેની પત્ની શોભના ગોહેલ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા કલેક્ટરને કરેલી અરજીના આધારે ફરિયાદ દાખલ
રાજકોટ યુનિવર્સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એસ.ચાવડાએ જણાવ્યું હતું કે, સાધુવાસવાણી રોડ પરની ગુલમહોર રેસિડેન્સી સોસાયટીમાં આવેલા બ્લોક નંબર A-17 મકાન માલિકના જીજાજી ધીમંતભાઇ કોઠારીએ જિલ્લા કલેક્ટરને કરેલી અરજીના આધારે મકાન પચાવી પાડવા ઇરાદે ભાડે રાખી ગુનો આચરતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી પતિ-પત્ની મનીષ ગોહેલ અને શોભના ગોહેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

2018થી આજદિન સુધી ભાડું પણ ન આપ્યાનો આક્ષેપ
પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદીના સાળી દ્વારા વર્ષ 2014માં નવેમ્બર માસમાં આરોપી મનીષ ગોહેલ અને શોભના ગોહેલને મકાન મૌખિક વાતચીતના આધારે ભાડે આપવામાં આવ્યું હતું. જોકે 10-07-2018થી આજ દિવસ સુધી ભાડું ન આપી મકાન ખાલી ન કરતા પચાવી પાડવાના ઇરાદે ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે. ​​​​​​​

ફાઈલ તસ્વીર
ફાઈલ તસ્વીર

પોલીસે આરોપી દંપતીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
જેના આધારે પોલીસે આરોપી દંપતી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 3, 4(3), 5(ખ) (ગ) તથા IPC કલમ 506(2), 34 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી પત્ની શોભના ગોહેલ શિક્ષિકા હોવાનું ફરિયાદી દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે. ત્યારે હાલ પોલીસે ગુનો નોંધી આરોપી દંપતીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી કાર્યવાહી હાથ ધરી છે.

12 દિવસ પહેલા રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો
રાજકોટમાં આજથી 12 દિવસ પહેલા શહેરના ભોમેશ્વર કો. ઓપ. હા.સો. લિમિટેડમાં આવેલો લોહાણા વૃદ્ધાની માલિકીનો પ્લોટ પડાવી લેવા બોગસ દસ્તાવેજો બનાવી કારસો રચાયાના આરોપ અંગે વૃદ્ધાના સગાભાઈ તથા એડવોકેટના ભત્રીજા સામે અદાલતમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ દાખલ થતાં ખાસ અદાલતે કલેક્ટર દ્વારા સમિતિને આ ફરિયાદનો રિપોર્ટ એક માસની અંદર રજૂ કરવા હુકમ ફરમાવ્યો હતો.

શું હતો બનાવ
12 દિવસ પહેલા લેન્ડ ગ્રેબિંગના કિસ્સામાં ફરિયાદી લોહાણા વૃદ્ધા કિરણબેન વાઘજીભાઈ કોટકની માલિકીનો આશરે 515 ચો.મી.વાળો પ્લોટ ભોમેશ્વર કો.ઓપ. હાઉસિંગ સોસાયટી લી.માં પ્લોટ નં.27 આવેલો છે. 1979ની સાલમાં વાઘજીભાઈનું અવસાન થયું હતું. આ અંગે તેમના પુત્રી કિરણબેને તેના ભાઈ તથા ભત્રીજાએ આ પ્લોટ ગેરકાયદેસર રીતે પચાવી પાડવાની ગાંધીગ્રામ પોલીસ મથક, પોલીસ કમિશનર તથા ક્રાઈમ બ્રાન્ચના એસીપીને લેખિત ફરિયાદ કરી હતી. આમ છતાંય કોઈ કાર્યવાહી નહીં થતા ફરિયાદી કિરણબેને સ્પેશિયલ અદાલતમાં ભાઈ ભરત વાઘજીભાઈ કોટક તથા એડવોકેટ ભત્રીજા હરેશ પ્રવિણભાઈ, દિલીપ જ્યંતિલાલ દવે વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020ની કલમ 4, 5 હેઠળ ફરિયાદ કરી હતી.

30 દિવસમાં તપાસનો રિપોર્ટ સબમિટ કરવા આદેશ
ફરિયાદીવતી એડવોકેટ શ્યામલ સોનપાલે તેમની દલિલમાં ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહી) એક્ટ 2000ના નિયમ 8ની જોગવાય સંદર્ભે કરવામાં આવી હતી. જે વિસ્તૃત રજૂઆતને ધ્યાનમાં રાખી ખાસ અદાલતે ફરિયાદ રજીસ્ટર લઈ કલેક્ટરને મોકલી રાજ્ય સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સૂચિત કરાયેલી સમિતી પાસે 30 દિવસમાં તપાસનો રિપોર્ટ કોર્ટમાં દાખલ કરાવવાનો હુકમ ફરમાવ્યો હતો.