તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દ કા રિશ્તા:રાજકોટમાં કોરોનાગ્રસ્ત પિતાને એટેન્ડેન્ટ પુત્રએ સંગીતના સૂર રેલાવી તણાવમુ્ક્ત કર્યા, અન્ય દર્દીઓ પણ આનંદિત થયા

રાજકોટએક મહિનો પહેલા
  • સંગીતકાર યુવાન મેહુલ વાઘેલા મ્યુઝિક ટીચર છે પણ સ્કૂલ બંધ થતા સમરસમાં એટેન્ડેન્ટની નોકરી કરે છે

કોરોનાનાં કારણે હાલ ખુબજ ગમગીની ભર્યો માહોલ છે. જ્યાં જુઓ ત્યાં લોકો માનસિક હતાશા અનુભવે છે તેવા સમયે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ખૂબ પરેશાન છે. આ પરેશાન દર્દીઓને માનસિક રાહત પુરી પાડવા માટે રાજકોટમાં રાજકોટની સમરસ કોવિડ હોસ્પિટલમાં એટેન્ડેન્ટ ગિટાર સાથે ગીત ગાઈ રહ્યો હતો. તેના અવાજ અને સંગીત સાંભળી અન્ય દર્દીઓ પણ જોતા રહ્યા. સંગીતકાર યુવાન મેહુલ વાઘેલા મ્યુઝિક ટીચર તરીકે કામ કરતો હતો પણ ક્લાસ અને શાળા બંધ થતા તેઓને અટેન્ડન્ટ તરીકે નોકરી કરવાની ફરજ પડી છે. આ દરમિયાન તેઓના પિતા કોરોનાગ્રસ્ત થતા સમરસમાં દાખલ થયા હતા. ત્યારે કોરોનાગ્રસ્ત પિતાને એટેન્ડેન્ટ પુત્રએ સંગીતના સૂર રેલાવી તણાવમુ્ક્ત કર્યા હતા. અને અન્ય દર્દીઓ પણ આ સંગીત સાંભળીને આનંદિત થયા હતા.

હું સંગીત પહોંચાડી શક્યો તેનો રાજીપો છે
આ અંગે મેહુલ કહે છે કે ‘મારા પિતા મનોજભાઇ સારા તબલાવાદક છે અને દૂરદર્શન તેમજ રેડિયોમાં તે સમયના નામી કલાકારો સાથે કામ કર્યું છે. મને સંગીત તેમણે જ શીખવાડ્યુ છે. કોરોના હોવાથી તેઓ 10 દિવસથી દાખલ છે. હવે જો દર્દીઓને સંગીતનો સાથ મળે તો ઝડપથી સાજા થાય તેવી મને આશા હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને વિનંતી હતી. તેઓએ તુરંત જ મને મંજૂરી આપી હતી અને માત્ર મારા પિતા જ નહિ અન્ય લોકો સુધી પણ હું સંગીત પહોંચાડી શક્યો તેનો રાજીપો છે.

કોરોનાને ભૂલી જીવન જીવવા તરફ નવો અભિગમ
આ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓને માનસિક હતાશામાંથી બહાર લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેની સાથે દર્દીઓ પણ થોડીવાર માટે આ સ્થિતિ ભૂલીને જીવન જીવવા તરફ નવો અભિગમ અપનાવ્યો હતો. બીજીતરફ જ્યારે આવા દર્દીઓને સાથે લોકો અંતર રાખે છે ત્યારે તેમની નજીક જઈને કોઈ વાત કરે તો ખૂબ જ આનંદ મળે છે.

અન્ય સમાચારો પણ છે...