તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૈસાની રેલમછેલ:રાજકોટમાં કોંગ્રેસે 10-10ની નોટ ઉડાડી તો સામે ભાજપે 500-500ની નોટ ઉડાડી ઉજવણી કરી, બેડી ગામની બેઠક પર ભાજપની જીત થતા કાર્યકરોના ટોળે ટોળા ઉમટ્યા હતા

રાજકોટ2 મહિનો પહેલા
નોટના બંડલ ખુલ્લેઆમ ઉડાડી જીતની ઉજવણી કરી હતી
  • માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ
  • ચારે તરફ ટ્રાફિકજામ થતાં લોકો પરેશાન

રાજકોટમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં થયેલ મતદાનની મત ગણતરી શરુ થઈ ગઈ છે, ત્યારે વિવિધ બેઠકો પર અનુક્રમે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વિજયી બનતા તેઓ ખુલ્લેઆમ ટોળે વળીને જીતની ઉજવણી કરે છે ત્યારે હાલ કોંગ્રેસનો આણંદપર બેઠક પર વિજય થતા કોંગી કાર્યકરોએ ઢોલના તાલે કાર્યકરોએ પૈસા ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જેનાથી પ્રેરાયને રાજકોટના બેડી ગામ પર ભાજપની જીત થતા કાર્યકરોએ ખુલ્લે આમ 500-500ની નોટ ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જીતનો જશ્ન ઉજવતા ભાજપના કાર્યકરોના ટોળે ટોળા ઉમટ્યા હતા જેથી ચારે તરફ ટ્રાફિકજામ થતાં લોકો પણ પરેશાન થયા હતા.

કોંગ્રેસે 10-10ની નોટ ઉડાડી તો સામે ભાજપે 500-500ની નોટ ઉડાડી
એક તરફ કોંગ્રેસના ટોળાએ 10-10ની નોટના બંડલ ઉડાડી જીતની ઉજવણી કરી હતી તેની સામે ભાજપના કાર્યકરોએ 500-500ની નોટના બંડલ ખુલ્લેઆમ ઉડાડી જીતની ઉજવણી કરી હતી. જ્યાં વિજેતા ઉમેદવાર દ્વારા રસ્તા વચ્ચે વિજયી થવાની ખુશીમાં માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર 500-500ની નોટ ઉડાડવામાં આવી હતી.

નોટના બંડલ ખુલ્લેઆમ ઉડાડી જીતની ઉજવણી કરી હતી
નોટના બંડલ ખુલ્લેઆમ ઉડાડી જીતની ઉજવણી કરી હતી

વિજય સરઘસથી શહેરમાં ટ્રાફિક સર્જાયો
રાજકોટ જિલ્લામાં ભાજપના ઉમેદવારોની જીત થતાં તરત વિજેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓએ રસ્તા વચ્ચે ઢોલના તાલે જુમીને વિજય સરઘસ કાઢ્યું હતું, જેનાથી શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાય હતી અને નગરજનોને પણ ટ્રાફિકની સમસ્યાને કારણે ત્રસ્ત થયા હતા. ભાજપના વિજેતા ઉમેદવારો, કાર્યકરો અને આગેવાનોએ માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં તેવા પ્રશ્નો પ્રજા કરી હતી.

નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં
નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો