તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખો પ્રચાર:રાજકોટમાં કોંગ્રેસે ગેસના બાટલા સાથે તો ‘આપ’નો સાવરણા સાથે પ્રચાર

રાજકોટ12 દિવસ પહેલા
કોંગ્રેસના કાર્યકરો ગેસના બાટલ સાથે અને આપના કાર્યકરો સાવરણા સાથે પ્રચાર કરતા નજરે પડ્યા હતા.​​​​​​​
  • મોદી સરકાર પ્રજા પર ભાવવધારો લાદી રહી છે- કોંગ્રેસના ઉમેદવાર
  • કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર અધવચ્ચે મૂકી સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા કોર્પોરેશનને પહોંચ્યા.

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને આડે હવે માત્ર 6 દિવસ બાકી છે અને પ્રચાર માટે માત્ર 4 દિવસ જ છે. ત્યારે રાજકોટમાં ભાજપ, કોંગ્રેસ અને આપનો અનોખો પ્રચાર જોવા મળી રહ્યો છે. કોરોનાકાળમાં પ્રચાર માટે સોશિયલ ડિસ્ટન્સ, નાઇટ કર્ફ્યૂ સહિતની અનેક સમસ્યાઓ છે. ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારો અને કાર્યકરો પ્રચારમાં મતદારોનું ધ્યાન આકર્ષવા અવનવા નુસ્ખા અજમાવી રહ્યા છે. આજે કોંગ્રેસના કાર્યકરો માથા પર ગેસના બાટલ ઉંચકી પ્રચાર કર્યો તો આપના કાર્યકરો સાવરણા સાથે પ્રચાર કરતા નજરે પડ્યા હતા.

મોદી સરકાર પ્રજા પર ભાવવધારો લાદી રહી છે- કોંગ્રેસના ઉમેદવાર
વોર્ડ નં. 7ના કોંગ્રેસના ઉમેદવાર રણજિત મૂંધવા, કેતન જરીયા સહિતના કોંગી આગેવાનો અને મહિલા આગેવાનો વિરોધમાં જોડાયા અને ચૂંટણી પ્રચાર માટે ગેસનો બાટલો લઈને નીકળ્યાં હતા. આ પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર રણજીત મૂંધવાએ જણાવ્યું હતું કે, સતત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યાં છે ત્યારે લોકોની વચ્ચે મોંઘવારીનો મુદ્દો લઈને જઇ રહ્યાં છીએ. ત્યારે અમે બાટલો લઈને પ્રચારમાં જોડાયા છીએ. હાલ પેટ્રોલના ભાવમાં આજે 28 પૈસાનો વધારો થતાં 85.73 અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થતાં 84.94 રૂપિયા પહોંચ્યો છે. મોદી સરકાર પ્રજા પર ભાવવધારો લાદી રહી છે. સતત ભાવ વધતા મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે.

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે બાટલો લઈ ચૂંટણી પ્રચાર કરતા કોંગી કાર્યકરો
માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ સાથે બાટલો લઈ ચૂંટણી પ્રચાર કરતા કોંગી કાર્યકરો

ગંદા રાજકારણનો સફાયો કરવા અમે સાવરણા લઈને નીકળ્યા-આપના ઉમેદવાર
કોંગ્રેસના આ અનોખા પ્રચાર બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ વોર્ડ નં.14માં પ્રચાર માટે નીકળી પડ્યા હતા. જુલી લોઢીયા અને કરન કાનગડ સહિતના ઉમેદવારો સાવરણા લઈને રોડ-રસ્તામાં સાફ- સફાઈ કરીને પ્રચાર કરતા જોવા મળ્યા હતા. પોતાના આ પ્રચાર અંગે આમ આદમી પાર્ટીના કાર્યકર જુલી લોઢીયાએ જણાવ્યુ હતું કે, ગુજરાતમાં 25 વર્ષથી એક ચક્રી શાસન ચાલી રહ્યું છે, આ શાસનમાં લોકોને વિકાસના નામે છેતરવામાં આવ્યા છે, એ પહેલા કોંગ્રેસે તો કંઈ કામ જ નથી કર્યુ, આવા નિષ્ફ્ળ અને નિષ્ક્રિય પક્ષના ગંદા રાજકારણનો સફાયો કરવા અમે સાવરણા લઈને નીકળ્યા છીએ. અમારા પક્ષનો દરેક ઉમેદવાર શિક્ષિત છે. અમે લોકોની સેવા કરવા માટે જ કાર્ય કરશું અને હાલ અમને જનતાનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાવરણા લઈને પ્રચાર માટે નીકળી પડ્યા હતા.
આમ આદમી પાર્ટીના ઉમેદવારો સાવરણા લઈને પ્રચાર માટે નીકળી પડ્યા હતા.

કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર અધવચ્ચે મૂકી સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ કરવા કોર્પોરેશનને પહોંચ્યા.
હાલ રાજકોટમાં લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે કોર્પોરેશનના કોમ્યુનીટી હોલમાં રીનોવેશનના નામે બુકિગ રદ કરતા વોડ નં ૭ ના કોંગ્રેસના ઉમેદવાર રણજીત મુંધવા તથા કેતન જરીયા ચાલુ પ્રચાર પડતો મૂકી મહાનગર પાલિકામાં બુકિગ કરનાર લોકો ને લઇ પહોચી ડે.કમીશ્રનર સિંઘ સાહેબને રજુઆત કરવા પહોચયા હતા અને રણજીત મુંધવાએ ડે.કમીશ્રનરના પગ પકડી રજુઆત કરી હતી.

રણજીત મુંધવાએ ડે.કમીશ્રનરના પગ પકડી રજુઆત કરી હતી.
રણજીત મુંધવાએ ડે.કમીશ્રનરના પગ પકડી રજુઆત કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો