• Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • In Rajkot, The Condition Is Serious Due To Unaccounted For 'Tantra' And Napaniya 'leaders', Relatives Were Standing In Line For Oxygen, 3 Home Isolated Patients Died.

વિ‘શ્વાસ’ તૂટ્યો:રાજકોટમાં ‘નધણિયાત’ તંત્ર અને ‘નપાણિયા’ નેતાઓને કારણે હાલત ગંભીર, સ્વજનો ઓક્સિજન માટે લાઈનમાં ઊભા હતા 'ને 3 દર્દીઓએ દમ તોડ્યો

રાજકોટ6 મહિનો પહેલા
 • કૉપી લિંક
રાજકોટને બચાવવાની જેની જવાબદારી છે તેની અવ્યવસ્થા ભરી નીતિથી રોજ લાશો જોવા મળી રહી છે. - Divya Bhaskar
રાજકોટને બચાવવાની જેની જવાબદારી છે તેની અવ્યવસ્થા ભરી નીતિથી રોજ લાશો જોવા મળી રહી છે.
 • અધિકારીઓ અને નેતાઓની અણઆવડતના કારણે બેડની વ્યવસ્થા થતી નથી જેથી દર્દીના સ્વજનો પ્રાણવાયુ માટે ભટકી રહ્યા છે

રાજકોટમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે પણ તેની સૌથી વધુ અસર હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓને થઈ રહી છે. સ્વજનો સિલિન્ડર શોધે અને તેને રીફિલ કરવા માટે 15-15 કલાક લાઈનમાં ઊભા રહે છે પણ છેલ્લા બે દિવસથી સિલિન્ડર ભરી જ નથી દેતા જેથી સ્વજનો ઘરે પહોંચે ત્યાં દર્દીએ અંતિમ શ્વાસ લઈ લીધા હોય છે. તંત્ર જાણે માત્ર હોસ્પિટલમાં દાખલ દર્દીને જ ગણતું હોય તેમ હોમ આઈસોલેશનમાં ઓક્સિજન આપીને જીવ બચાવવા મામલે કોઇ પગલાં લીધા નથી.

રાજકોટમાં 5 હજાર બેડ પણ નથી!
ચૂંટણી પછી કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે પણ તંત્રએ અગોતરું કશું જ આયોજન કર્યું ન હતું. ફેબ્રુઆરીના અંત બાદ જ્યારે કોરોનાના કેસ એકદમથી વધ્યા ત્યારે દોડાદોડી કરી પણ ત્યાં સુધીમાં સ્થિતિ બગડી ચૂકી હતી. નધણિયાત તંત્ર અને નપાણિયા નેતાઓને કારણે રાજકોટ જિલ્લામાં હજુ સુધી 5000 બેડ પણ થયા નથી. લોકો હોસ્પિટલ માટે દોડી રહ્યા છે પણ બેડ ન મળતા નાછૂટકે ઘરે સારવાર કરવા મજબૂર છે. આવા દર્દીઓ માટે ઓક્સિજન લેવા કતારોમાં ઊભા રહે છે પણ હવે કતારો બાદ પણ ઓક્સિજન ન મળતા હોમ આઈસોલેશનમાં રહેલા મજબૂર દર્દીઓ મોતને ભેટી રહ્યા છે તેવું ભયાવહ ચિત્ર સામે આવ્યું છે. દિવ્ય ભાસ્કરે આવા 3 પરિવારનો સંપર્ક કરતા હૃદયને કંપાવનારી કહાની બહાર આવી છે.

આ લાઈનની નિષ્ફળતાની

 • પ્રદીપ ડવ - મેયર
 • મોહન કુંડારિયા - સાંસદ
 • ગોવિંદ પટેલ - ધારાસભ્ય
 • લાખા સાગઠિયા - ધારાસભ્ય
 • અરવિંદ રૈયાણી - ધારાસભ્ય
 • પુષ્કર પટેલ - સ્ટે. ચેરમેન
 • રાહુલ ગુપ્તા - નોડલ સચિવ
 • રેમ્યા મોહન - જિલ્લા કલેકટર
 • ઉદિત અગ્રવાલ - મ્યુનિ. કમિશનર
 • જે.કે. પટેલ - ઓક્સિજન નોડલ
 • ડો.આર.એસ. ત્રિવેદી - સિવિલ સુપ્રીન્ટેન્ડેન્ટ

રાજકોટમાં ઓક્સિજન ન મળતાં હોમ આઈસોલેશનના દર્દીઓ મોતને ભેટી રહ્યા છે
કિસ્સો 1 - હું લાઈનમાં ઊભો હતો ...અને ઘરે માસીના શ્વાસ છૂટ્યા, હવે ભાઈ માટે ઊભો છું

હિરેનભાઈ ચોટલિયા જણાવે છે કે, ‘મારા બે માસી રાજકોટમાં રહે છે અને બંનેના ઘર કોરોનાગ્રસ્ત છે. દોડાદોડી કરવા માટે હું એક જ છું. બંને ઘર વચ્ચે એક જ સિલિન્ડર છે. સવારે લાઈનમાં ઊભો રહું, બપોરે વારો આવે અને ઘરે આવું ત્યારે લેવલ જળવાય. રામનવમીએ સવારે ઓક્સિજન માટે ગયો અને વારો આવ્યો ત્યાં જાણવા મળ્યું કે, માસીનું મોત થયું છે. ઘટનાને 24 કલાક પણ ન થયા અને મારે ફરીથી કતારમાં જવું પડ્યું કારણ કે, 33 વર્ષના માસિયાઈ ભાઈનું ઓક્સિજન લેવલ ઓછું છે. આજે સવારનો લાઈનમાં છું, રાત થઈ હવે કહે છે કે કાલ સાંજે આવજો. ઘરે ભાઈનું લેવલ 75 છે શું કરું? તંત્રને કહો કે લોકો ઓક્સિજન વગર મરી રહ્યા છે’.

કિસ્સો 2 - ભાવનગર સુધી ગયા ઓક્સિજન ન મળતા મારી માતાએ દમ તોડ્યો
પ્રેમ વાજેદવાણીના માતા આશાબેન કોરોનાગ્રસ્ત થતા બેડની શોધ આદરી પણ ન મળ્યો, પ્રેમ કહે છે કે, ‘સવારે 4 વાગ્યાથી સાંજના 4 સુધી સતત લાઈનમાં ઊભો રહું છું પણ ઓક્સિજન મળ્યું નહીં. સગાં સંબંધી મિત્રો બધાને કાકલૂદી કરી હતી કે સિલિન્ડર આપો, ઓક્સિજન આપો, ખાનગી હોસ્પિટલમાં બેડ મળે તે માટે બધે રખડ્યો. છેલ્લે એવું જાણવા મળ્યું કે, ભાવનગરમાં બેડ ખાલી છે એટલે અમે ત્યાં જવા માટે નીકળ્યા પણ રસ્તામાં જ મમ્મીનું અવસાન થઈ ગયું.’

કિસ્સો 3 - શાપર, મેટોડા બધે રખડ્યા ખાલી સિલિન્ડર મળ્યું, રીફિલ થયું ત્યાં ફુવાનું મોત થઈ ગયું
રૈયા ચોકડી પાસે રહેતા હરિપ્રસાદ દૂધરેજિયાની હોમ આઈસોલેશન માટે તેમના ભત્રીજા અને જમાઈ મહેનત કરી રહ્યા હતા. ભત્રીજા સાજન જણાવે છે કે, ‘ઘરે તેમની તબિયત માટે ઓક્સિજનની ખાસ જરૂર હતી. મારા ફુવાના જમાઈએ બધે દોડાદોડી કરી પણ સિલિન્ડર ક્યાંય ન મળ્યું. છેલ્લે મોરબી ગયા અને એક ખાલી સિલિન્ડર મળ્યું ત્યાંથી શાપર આવ્યા લાઈનમાં ઊભા રહ્યા પણ રીફિલન કરતા મેટોડા ગયા ત્યાં પણ વારો આવ્યો આ રીતે ઓક્સિજન વગર રખડ્યા અને છેલ્લે માંડ એક સિલિન્ડર ભરેલું મળ્યું તે લેવા ગયા તો સમાચાર આવ્યા કે ફુવા હવે આ દુનિયામાં નથી’.

અન્ય સમાચારો પણ છે...