તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Collector Reunited The Mother, Who Has Been Living In A Beggar's House For 1 Year, With Her Five Sons, Living A Nomadic Life Due To Poor Mental Condition.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવાર સાથે સુખદ મિલન:રાજકોટમાં કલેક્ટરે 1 વર્ષથી ભિક્ષુક ગૃહમાં રહેતી માતાનું પાંચ પુત્રો સાથે મિલન કરાવ્યું, માનસિક સ્થિતિ ખરાબ હોવાથી રખડતું-ભટકતું જીવન જીવતા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ કલેક્ટરે ભિક્ષૃક ગૃહમાં કાઉન્સેલિંગ કર્યુ હતું, સિટી પ્રાંત 1 અને સમાજ સુરક્ષા વિભાગની ટીમને સફળતા મળી

રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને તાજેતરમાં ભિક્ષુક ગૃહની મુલાકાત લીધી હતી. કલેક્ટરે દરેક ભિક્ષુકની વ્યક્તિગત મળી તેમના પરિવાર વિશે જાણકારી મેળવી હતી. દરમિયાન રઘુબેન મનજીભાઇ દુધરેજીયા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ રાજકોટના ઢોરા પીપળિયામાં રહેતા હતા. બાદમાં કલેક્ટરે તપાસના આદેશ આપતા તેમને સંતાનમાં પાંચ પુત્રો હોવાનું જાણવા મળ્યું હતું. માતા અંગે જાણ થતા પાંચેય પુત્રો દોડી આવ્યા હતા સુખદ મિલન થયું હતું. બાદમાં રઘુબેનને તેમના પુત્રો ઘરે લઇ ગયા હતા. રઘુબેનની માનસિક સ્થિતિ ખરાબ હોવાથી એક વર્ષ પહેલા ઘરેથી ચાલ્યા ગયા હતા અને રખડતું-ભટકતું જીવન જીવતા હતા.

રઘુબેન સાથે વાતચીત કરી કલેકટરે તપાસના આદેશો કર્યા હતા
સમયાંતરે કલેકટર રેમ્યા મોહન રાજકોટના ભિક્ષુક ગૃહની મુલાકાતે આવે છે અને ભિક્ષુકો સાથે વાતચીત કરી તેમને કોઇ સમસ્યા હોય તો તેનું નિવારણ કરે છે. ત્યારે કલેક્ટરે મહિલા ભિક્ષુક ગૃહની મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપસ્થિત સર્વે ભિક્ષુકો સાથે વાતચીત કરીને તેમની વ્યકિતગત જાણકારી મેળવી હતી. આ વાતચીત દરમિયાન ત્યાં રહેતા રઘુબેન સાથે વાતચીત કરતા તેઓ ઢોરા પીપળીયા ખાતે રહેતા હોવાનું બહાર આવ્યું હતું. તેથી રેમ્યા મોહને રઘુબેનના પરિવાર અંગેની માહિતી મેળવવાના અધિકારીઓને આદેશ કર્યા હતા.

રઘુબેનની માનસિક સ્થિતિ એક વર્ષથી ખરાબ હતી
કલેકટરે રઘુબેનના પરિવાર અંગેની માહિતી પ્રાપ્ત કરવા પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી અને સમાજ કલ્યાણ અધિકારી ગોસ્વામીને ઢોરા પીપળીયા ગામ ખાતે તપાસ કરવા મોકલ્યા હતા. ઢોરા પીપળીયા ગામના સરપંચ કેશુભાઇ મકવાણાની મદદથી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રઘુબેનની માનસિક પરિસ્થિતિ ખરાબ હોવાથી તેઓ એક વર્ષ પહેલા ઘરેથી અજાણતા નીકળી ગયા હતા.

રાજકોટ કોર્પોરેશનને ભિક્ષુક રેડ દરમિયાન રઘુબેન મળ્યા હતા
માનસિક અસ્થિર રઘુબેન એક વર્ષ પહેલા પોતાના ઘરેથી નીકળી ગયા બાદ રાજકોટ શહેરમાં રખડતું-ભટકતું જીવન જીવતા હતા. એ દરમિયાન રાજકોટ કોર્પોરેશન દ્વારા
શહેરમાં ભિક્ષુક રેડ પાડવામાં આવી હતી. તેમાં રઘુબેન પણ મળી આવ્યા હતા. પરંતુ પોતાના પરિવારથી અજાણ હોવાના કારણે તેમને મહિલા ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવ્યા હતા.

રઘુબેન અંગે જાણ થતા 20થી 25 લોકો સમાજ સુરક્ષાની કચેરી ખાતે દોડી આવ્યા
ઢોરા પીપળીયા ગામમાં તપાસ દરમિયાન રઘુબેનના પરિવારજનો મળી આવતા તેમને રઘુબેન પાસે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં પરિવારનું રઘુબેન સાથે સાથે મિલન કરાવ્યું હતું. આ વાતની જાણ ઢોરા પીપળીયા ખાતે થતા ગામના 20થી 25 લોકો સમાજ સુરક્ષા કચેરી ખાતે દોડી આવ્યા હતા અને અધિકારીઓનો આભાર વ્યકત કર્યો હતો. સાથે રઘુબેનના પુત્રોએ પણ હવે પછી માતાની સારી રીતે સારસંભાળ રાખવાની ખાત્રી આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો