ભાસ્કર એક્સક્લુઝિવ:રાજકોટમાં મા કાર્ડના લાભાર્થીને સારવારની મંજૂરી ન મળતા કેન્સરના દર્દીઓ 12 કલાક રઝળ્યા

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કર્મચારીઓએ ગાંધીનગરમાં સર્વર ધીમું હોવાના બહાના કાઢીને કલાકો સુધી બેસાડી રાખ્યા
  • સવારે 9 વાગ્યે આવેલા દર્દીઓની રાત્રે 9 વાગ્યા સુધી સારવાર ચાલુ ન થઈ

મા કાર્ડ અને આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને શનિવારનો સમય કપરો રહ્યો હતો કારણ કે, આખો દિવસ સુધી સારવાર શરૂ કરવાની મંજૂરી મળી ન હતી. રાજકોટ શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં મા યોજના હેઠળ કેન્સરની સારવાર લેવા માટે આવેલા દર્દીઓ સતત 12 કલાકથી રઝળી રહ્યા છે કારણ કે, મા કાર્ડના કાઉન્ટર પર રહેલા કર્મચારીઓ કહે છે કે હજુ સુધી સારવાર માટે ગાંધીનગરથી મંજૂરી નથી મળી તો કોઇક વાર સર્વરના વાંધા નીકળી રહ્યા છે.

મા કાર્ડના લાભાર્થી હોવાથી તેમની નોંધ ઓનલાઈન કરાતી
જામજોધપુર ગામે રહેતા સુધાબેન કેન્સરની બીમારી હતી તેથી તેમને દર 21 દિવસે કિમોથેરાપી લેવાની હોય છે અને જે સાઇકલ મુજબ શનિવારે સવારે 9.30 વાગ્યે તેઓ પોતાના પતિ સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ પહોંચ્યા હતા અને દાખલ થવા માટે પ્રોસિજર કરાઈ હતી. તેઓ મા કાર્ડના લાભાર્થી હોવાથી દર વખતે તેમની નોંધ ઓનલાઈન કરાતી અને મંજૂરી આવ્યે તુરંત જ દાખલ કરી દેવાતા હતા.

કાર્યવાહી કરવા છતાં બે કલાક સુધી મંજૂરી ન આવી
આ વખતે સવારથી કાર્યવાહી કરવા છતાં બે કલાક સુધી મંજૂરી આવી ન હતી. સર્વર ધીમું હશે તેવું બહાનું કર્મચારીઓ આપી રહ્યા હતા. તેમના જેવા અન્ય 3 કેન્સરના દર્દી પણ આ રીતે પોતાનો વારો આવે તેની રાહ જોઇ રહ્યા હતા. મંજૂરી મળ્યાનો મેસેજ છેક સાંજે 5 વાગ્યે આવ્યો અને દર્દીઓને છ વાગ્યે દાખલ કરાયા હતા પણ સારવાર રાત્રીના 9 વાગ્યા સુધી આવી ન હતી.

સારવાર ચાલુ ન કરાતા દર્દી રાત્રે ઘરે રવાના થઈ ગયા ​​​​​​​​​​​​​​તેથી દર્દીઓના સ્નેહીજનોએ પૂછતા જવાબ આવ્યો હતો કે સારવાર કરવાની મંજૂરી હજુ બાકી છે! આખો દિવસ વિત્યા બાદ પણ સારવાર ચાલુ ન કરાતા એક દર્દી રાત્રે ઘરે જવા રવાના થઈ ગયા હતા. બીજી તરફ મંજૂરી ન મળવા મામલે દર્દીઓ અને તેમના સ્નેહીજનોએ ગાંધીનગર ફોન કરવા જતા રજાને કારણે તમામ ફોન બંધ હતા અને લેન્ડલાઈન પર કોઇ ફોન ઉપાડતું ન હતું તેવી ફરિયાદ દર્દીના સ્નેહી સતિષભાઈએ જણાવી હતી.

દાખલ થવાનો અને સારવારનો મેસેજ અલગ-અલગ આવે !
સવારના હોસ્પિટલ આવેલા દર્દીઓને સાંજે પાંચ વાગ્યે દાખલ કરવાની પ્રોસિઝરનો સાંજે પાંચ વાગ્યે મેસેજ આવ્યો હતો જેથી બેડ સોપી દેવાયા હતા પણ રાત સુધી સારવાર ન કરી સ્ટાફને પૂછતા જવાબ આપ્યો કે તમને ખાલી દાખલ કરવાની મંજૂરી મળી છે સારવારની નહીં.

અન્ય સમાચારો પણ છે...