• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Body Of A Youth Who Went Missing For Two Days Was Found From A Well In Pradyumna Park, Shocked Or Fell By Accident?

પરિવારમાં ભારે શોક:રાજકોટમાં બે દી’થી લાપતા તરુણની લાશ પ્રદ્યુમ્નપાર્કના કૂવામાંથી મળી, આઘાત કર્યો કે અકસ્માતે પડ્યો?

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માનસિક અસ્થિર હોય અગાઉ પણ ઘરેથી જતો રહ્યો હતો: પિતા

શહેરની ભાગોળે લાલપરી તળાવ પાસેથી બે દિવસ પહેલા લાપતા થયેલા તરુણની લાશ કૂવામાંથી મળી આવી છે. બનાવ આપઘાતનો કે અકસ્માતે પડી ગયો તે જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રદ્યુમ્નપાર્કની અંદર આવેલા કૂવામાં એક બાળકની લાશ તરતી હોવાની ત્યાં ફરજ પર રહેલા સિક્યુરિટી ગાર્ડે અધિકારીઓને જાણ કર્યા બાદ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી.

જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તેમજ આજી ડેમ પોલીસ પ્રદ્યુમ્નપાર્ક દોડી ગઇ હતી. ફાયરબ્રિગેડના તરવૈયાઓએ કૂવામાંથી તરુણની લાશને બહાર કાઢી પોલીસને સોંપી હતી. કૂવામાંથી મળી આવેલી લાશની પોલીસ ઓળખ મેળવવા તજવીજ કરતી હતી. તે સમયે એક પરિવાર ત્યાં આવી મૃતદેહને જોઇ આ લાશ તેમના પુત્ર કેતન ઉર્ફે ગોપાલ (ઉ.વ.15)ની હોવાનું જણાવ્યું હતું.

શાકભાજીનો ધંધો કરતા મૃતક કેતનના પિતા મનુભાઇ વઢિયારાની પૂછપરછ કરતા તેમને ત્રણ પુત્ર, ત્રણ પુત્રી છે. જેમાં બીજા નંબરનો કેતન ઉર્ફે ગોપાલની માનસિક સ્થિતિ સારી ન હોય તે ઘરે કોઇને કહ્યાં વગર નીકળી જતો હતો. દરમિયાન ગત રવિવારે તે કોઇને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. તેની શોધખોળ કરતા હતા ત્યારે બાળકની લાશ કૂવામાંથી મળી હોવાની માહિતી મળતા અહીં આવ્યા હોવાનું મૃતકના પિતાએ જણાવ્યું છે.

કેતન ઉર્ફે ગોપાલે આપઘાત કર્યો છે કે અકસ્માતે કૂવામાં પડી ગયો તે સહિતની વિગતો જાણવા આજી ડેમ પોલીસમથકના એએસઆઇ જીતુભાઇ ભમ્મરે તપાસ હાથ ધરી છે. કેતનના મૃત્યુના સમાચારથી તેના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...