તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રાજકોટમાં શ્રમિક પરિવારના બાળકનો મૃતદેહ આજી ડેમમાંથી મળ્યો, ચાર દિવસથી ગુમ હતો

2 મહિનો પહેલા
મૃતકની ફાઈલ તસ્વીર
  • બાળકનું ડેમમાં ડૂબી જવાથી મોત થયાનું પોલીસ તપાસમાં તારણ

રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે રવિવારી બજારના ગેઇટ પાસે ઝુંપડામાં રહેતા 9 વર્ષના બાળકની ત્રણ દિવસ બાદ આજી ડેમમાંથી લાશ મળી આવતા પરિવારમાં શોક મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકનું ડૂબી જવાથી મોત થયાનું તારણ સામે આવ્યું છે.

8 માર્ચથી બાળક લાપતા હતું
ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર મુજબ આજીડેમ ચોકડી પાસે રવિવારી બજારના ગેઇટ પાસે ઝુંપડામાં રહેતા કાળુભાઇ સંગોળનો 9 વર્ષીય પુત્ર નિતેષ ગત તા.8 માર્ચના રોજ તેની માતાને ઘરની પાછળ આવેલા બગીચામાં રમવા જવાનું કહીને બાદ પરત ન આવતા માતા અલીતાબેન તેને તેડવા માટે બગીચામાં જતા ત્યાં નિતેષ જોવા ન મળતા તેણે આજુબાજુ તપાસ કરી હતી.માતાએ તપાસ કર્યા બાદ ઘર પાસે પણ તેની શોધખોળ કરતા તેનો કોઇ પતો લાગ્યો ન હતો. ત્યાબાદ પતિ કાળુભાઇને આ વાતની જાણ થતા તેમણે આજીડેમ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બાળકનું ડેમમાં ડૂબી જવાથી મોત થયાનું પોલીસ તપાસમાં તારણ
ફરિયાદના આધારે PI વી. જે. ચાવડા તથા રાઇટર જાવેદભાઇ અને સ્મીતભાઇ એ તપાસ હાથ ધરી હતી દરમ્યાન ગઇકાલે અલીતાબેનના ઘર નજીક આજીડેમમાંથી નિતેષનો ફૂલાયેલો મૃતદેહ મળી આવતા પોલીસને જાણ કરવામાં આવતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. સવજીભાઇ બાલાસરા સહિતે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. બાળકનું પાણીમાં પડી જતા ડૂબી જવાથી મૃત્યુ નિપજયું હોવાનું પોલીસ અનુમાન કરી રહી છે. આ અંગે PI વી. જે.ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો