તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્તાનો રોડ ‘શો’:રાજકોટમાં ભાજપે બે રસ્તાઓ બ્લોક કરીને મંડપ બિછાવી દીધા

રાજકોટ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે હજુ ઉમેદવાર જાહેર કર્યા ન હતા ત્યારથી જ ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની સભાઓના તાયફાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી. શહેરના હાર્દ સમા રેસકોર્સનો મસમોટા ચોકમાં બે રસ્તાઓ બ્લોક કરીને ભાજપે મંડપ બિછાવી દીધા હતા અને વાહનચાલકો માટે રસ્તો બંધ કરી દીધો હતો. જામનગર રોડ પર જવાના એક માર્ગમાં બ્રિજના કામને લીધે પહેલાથી જ પ્રવેશબંધી છે અને બીજા માર્ગમાં ભાજપે તંબુ નાખી સત્તાનું પ્રદર્શન કર્યું છે.

રસ્તો બંધ થતા વાહનચાલકોને વન-વેમાંથી સર્કલ ક્રોસ કરવા મજબૂર બન્યા છે. દરેક સિગ્નલ અને ચોકમાં સીસીટીવીનો ફાયદો ઉઠાવી ઈ-મેમો ફટકારતી શહેર પોલીસ ત્યાં હાજર રહેશે અને તેમની સામે જ વન-વેમાં વાહનો જતા રહેશે તેમજ સભામાં આવેલા વાહનો પણ આડેધડ રોડ પર પાર્ક થશે ત્યારે વન-વેમાં આવતા વાહનોને ઈ-મેમો આપશે કે પછી સત્તાના કારણે આંખ આડા કાન કરી ભાજપનો રોડ ‘શો’ થઈ ગયા સુધી કેમેરાની આંખો બંધ રાખશે તે યક્ષપ્રશ્ન છે. ત્યારે પ્રશ્ન એ ઊભો થયો છે કે શું પોલીસ ચાલકોને મેમો ફટકારશે કે કેમ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો