• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot, The Administration Mentioned Vijay Rupani As MLA In The Invitation Card And Also Wrote Ram Mokria's Name Before Rupani.

પૂર્વ CMનો ટેગ પણ છીનવાયો:રાજકોટમાં વહીવટી તંત્રએ આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીનો ઉલ્લેખ ધારાસભ્ય તરીકે કર્યો, રામ મોકરિયાનું નામ પણ રૂપાણીની પહેલા લખ્યું

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધારાસભ્યોની હરોળમાં રૂપાણીને સ્થાન મળ્યું  - Divya Bhaskar
ધારાસભ્યોની હરોળમાં રૂપાણીને સ્થાન મળ્યું 
  • આમંત્રણ પત્રિકામાં વિજયભાઈનું સત્તાવાર અપમાન કરતા રાજકોટ ભાજપમાં આમંત્રણ પત્રિકા વિવાદનું કેન્દ્ર બની છે
  • આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાના કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું હોવા છતાં વિજયભાઈ રૂપાણી કાર્યક્રમમાં ગેરહાજર

રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થયા બાદ તેની રાજકીય અસર રાજકોટમાં સૌથી વધુ જોવા મળી રહી છે.રાજકોટ શહેર ભાજપનું સૌથી શિસ્તબધ્ધ ગણાતું સંગઠન આજે બે જૂથોના મતભેદમાં ફેરવાઈ ગયું છે. તેમાંય રાજકોટમાં આમંત્રણ પત્રિકા વિવાદનું કેન્દ્ર બની છે. ત્યારે આજે ફરી આમંત્રણ પત્રિકા વિવાદએ આંતરિક જૂથવાદની ઘટના સામે આવી છે. જેમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણીનો ઉલ્લેખ ફકત ધારાસભ્ય તરીકે કરવામાં આવ્યો છે. એટલું જ નહી તેમનો વિવાદ જેમની સાથે થયો છે એ MP રામ મોકરિયાનું નામ પણ આમંત્રણ પત્રિકા રૂપાણીની પહેલા લખતા ભાજપમાં ડખ્ખા શરુ થયા છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ગુજરાતના રાજયકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા હતા
આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ગુજરાતના રાજયકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા હતા

પુર્વ મુખ્યમંત્રી તરીકેનું સંબોધન પણ છીનવાયુ
પક્ષ બાદ હવે સરકારી કાર્યક્રમની સતાવાર આમંત્રણ પત્રિકામાં પણ રાજયના પુર્વ મુખ્યમંત્રી તથા ફકત રાજકોટ જ નહી ગુજરાત ભાજપના સૌથી સિનિયર ગણી શકાય તેવા નેતાઓની હરોળમાં સ્થાન મેળવનાર વિજયભાઈ રૂપાણીને આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાના આજે સવારે બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પુર્વ મુખ્યમંત્રી તરીકેનું સંબોધન પણ છીનવાઈ લેવાયું છે અને તેમને ફકત હવે એક ધારાસભ્ય તરીકે જ પત્રિકામાં સ્થાન અપાયું છે. આમ ભાજપનો જે વિવાદ છે તે ‘સરકાર’ સુધી પહોંચી ગયો છે.

આજે સવારે બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાનો કાર્યક્રમ યોજાયો
આજે સવારે બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે આત્મનિર્ભર ગ્રામ્ય યાત્રાનો કાર્યક્રમ યોજાયો

ધારાસભ્યોની હરોળમાં રૂપાણીને સ્થાન મળ્યું
આજના આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ગુજરાતના રાજયકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા હતા.મુખ્ય મહેમાન તરીકે ત્રણ સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા અને રમેશભાઈ ધડુક છે. જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર પણ મુખ્ય મહેમાન છે પણ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મુખ્ય મહેમાન તરીકે અન્ય ધારાસભ્યોની હરોળમાં આવી ગયા છે અને પત્રિકાના અંતે તેમને સ્થાન અપાયુ છે.

રૂપાણી અને મોકરિયા વચ્ચે જે તડાફડી થઈ એ ક્ષણિક અને ગર્ભિત હતી, પરંતુ રાજકીય રીતે એને બહુ સૂચક માનવામાં આવે છે - ફાઈલ તસવીર.
રૂપાણી અને મોકરિયા વચ્ચે જે તડાફડી થઈ એ ક્ષણિક અને ગર્ભિત હતી, પરંતુ રાજકીય રીતે એને બહુ સૂચક માનવામાં આવે છે - ફાઈલ તસવીર.

આ વિવાદનું ગાંધીનગરથી સંચાલન થાય છે
ખુદ જીલ્લા વહીવટીતંત્રએ આમ હવે વિજયભાઈ પાસેથી પુર્વ મુખ્યમંત્રીનું સ્ટેટસ છીનવી લીધું છે. સુત્રોના જણાવ્યા મુજબ આ પત્રિકા માટે ફોર્મેટ તૈયાર મળ્યું હતું અને તે મુજબ પત્રિકા બનાવવામાં આવી છે તેથી સ્પષ્ટ થાય છે કે આ વિવાદનું ફકત રાજકોટથી જ નહી પણ ગાંધીનગરથી સંચાલન થાય છે. ઉલ્લેખનીય છે કે આજના બેડી માર્કેટીંગયાર્ડના કાર્યક્રમમાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગેરહાજર રહ્યા છે. ગઈકાલે તેઓ ગાંધીનગરમાં ભાજપની પ્રદેશ કારોબારીમાં હાજર હતા અને હવે માનવામાં આવે છે કે તેઓ તા.20 સુધી ગાંધીનગર જ રહેશે અને સુરતનો એક તેમનો કાર્યક્રમ છે તેમાં હાજરી આપશે.

અન્ય સમાચારો પણ છે...