આજે રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ શરૂ થઈ ગયો છે. આ અંગે રાજકોટમાં આર્ષ વિદ્યા મંદિરના સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે,પહેલાની સરકારમાં સંવેદના ન હતી. આ તો યોગી CM બન્યા એટલે મંદિરનું નિર્માણ શરુ થયું છે.
આજે શબ્દો ટૂંકા પડે છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજની ક્ષણ ખુબજ મહત્વની છે.પ્રધાનમંત્રી નરેન્દ્રએ ભૂમિપૂજન કર્યું હતું.રાષ્ટ્રના ધરોહરનું આજે નિર્માણ કાર્યશરું થયુ છે. આજે શબ્દો ટૂંકા પડે છે, હિન્દુઓની 492 વર્ષની તપશ્ચર્યા છે. આજે સરકાર અને નરેન્દ્ર મોદીને ખુબ ખુબ અભિનંદન.. કે જેમના પ્રયાસોથી આ સુંદર કાર્ય આજે થઈ રહ્યું છે.
5 ઓગસ્ટ 2020ના રોજ વડાપ્રધાને કહ્યું હતું ભૂમિ પૂજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવિષ્યના મંદિરના ગર્ભગૃહ સ્થળ પર 5 ઓગસ્ટ 2020ના રોજ ભૂમિ પૂજા કરીને નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. એલએન્ડટીએ ભવિષ્યના મંદિરના પાયા માટે એક ડિઝાઈન પણ રજૂ કરી હતી. તે પ્રમાણે મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
પરિસરમાં ભગવાન વાલ્મિકી, કેવટ, માતા શબરી, જટાયુનું મંદિર બનશે
એક હજાર વર્ષ કરતા વધુ સમયથી અસ્તીત્વ ધરાવતા રામ મંદિરના પ્રથમ તબક્કામાં એક તીર્થ સુવિધા કેન્દ્ર પણ બનાવવામાં આશે. તે અંદાજે 25 હજાર તીર્થ યાત્રીઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડશે. તેને પૂર્વ દિશામાં મંદિર પહોંચવાના રસ્તા બાજુ બનાવવામાં આવશે. રામ મંદિર સિવાય પરિસરમાં ભગવાન વાલ્મિકી, કેવટ, માતા શબરી, જટાયુ, માતા સીતા, ગણેશ અને શેષાવતાર (લક્ષ્મણ)નું મંદિર પણ બનાવવામાં આવશે. કુલ 70 એકર વિસ્તારની અંદર અને મંદિરની બહારના આસપાસના વિસ્તારમાં નિર્માણ કાર્ય કરાશે.
એક સાથે ચાલી રહ્યા છે ઘણાં કામ
હાલના સમયે શિલાન્યાસ કર્યા પછી પ્લિંથ સહિત દરેક નાના મોટા કામ એક સાથે ચાલી રહ્યા છે. ગર્ભગૃહોના ચારેય અને પ્લિંથ અને નક્શાદાર ગુલાબી સેન્ડસ્ટોનના બ્લોકની સ્થાપના, પિંડવાડામાં ગુલાબી સેન્ડસ્ટોનનું નકશીકામ, મકરાના માર્બલનું નક્શીકામ અને આરસીસી રિટેનિંગ વોલ નિર્માણ જેવા ઘણાં કામો ચાલી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.