તાઉ-તેનું તાંડવ:રાજકોટમાં ભારે પવનથી અનેક વિસ્તારોમાં વીજળી ડુલ, ક્યાંક વૃક્ષ ધરાશાયી તો ક્યાંક ટેસ્ટિંગ બુથ ઉડી ગયા

રાજકોટ8 મહિનો પહેલા
ભારે પવનને કારણે રાજકોટના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા
  • ભક્તિનગર સર્કલ નજીક ટેસ્ટિંગ બુથ તોફાની પવનના કારણે તૂટી પડ્યું

તાઉ-તે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારમાં ટકરાવવાની દહેશત વચ્ચે સૌરાષ્ટ્ર વિસ્તારમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેના પગલે આજે રાજકોટ શહેરમાં સાંજના 8 વાગ્યા બાદ તોફાની પવન સાથે વરસાદી છાંટા શરૂ થયા છે. વરસાદી છાંટા શરૂ થતાની સાથે જ 150 ફૂટ રિંગ રોડ, જંકશન, રૈયા રોડ સહિત મોટાભાગના વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ છે. વરસાદી છાંટાએ જ PGVCL તંત્રની અને ઉર્જા મંત્રીએ પત્રકાર પરિષદમાં કરેલ વાતોની પોલ ખોલી નાખી છે.

કોરોના ટેસ્ટિંગ માટે બનાવવામાં આવેલું ટેસ્ટિંગ બુથ પણ તોફાની પવનના કારણે ઉડી ગયું
કોરોના ટેસ્ટિંગ માટે બનાવવામાં આવેલું ટેસ્ટિંગ બુથ પણ તોફાની પવનના કારણે ઉડી ગયું

અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાઈ થયા
રાજકોટ શહેરમાં આજે રાતે 8 વાગ્યા બાદ અચાનક તોફાની પવન શરૂ થતાં માર્ગો પર ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. તોફાની પવન શરૂ થતાં સાથે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાઈથવાની ઘટનાઓ પણ બની છે. શહેરના ભક્તિનગર સર્કલ નજીક રૂપાલી સ્ટુડિયો સામે આવેલું બીલીપત્રનું વૃક્ષ ધરાશાઈ થયું હતું. જ્યારે કે કોરોના ટેસ્ટિંગ માટે બનાવવામાં આવેલું ટેસ્ટિંગ બુથ પણ તોફાની પવનના કારણે ઉડી ગયું હતું. રેસકોર્સ મેદાન સ્થિત ડ્રાઇવ થ્રુ ટેસ્ટિંગ બુથ પણ ભારે પવનને લીધે તૂટી પડ્યું હતું, આ સિવાય શહેરના અનેક હેલ્પ ડેસ્ક તેમજ રજિસ્ટ્રેશન બુથ સહિત ટેસ્ટિંગ બુથ તોફાની પવનના કારણે તૂટી પડ્યાં હતા.

મોટા હોર્ડિંગ્સ અને 985થી વધુ રોસ વચ્ચેના બોર્ડ બેનરો દૂર કરવામાં આવ્યા
મોટા હોર્ડિંગ્સ અને 985થી વધુ રોસ વચ્ચેના બોર્ડ બેનરો દૂર કરવામાં આવ્યા

રાજકોટ મનપાએ બોર્ડ-બેનર દૂર કર્યા
રાજકોટ મનપા દ્વારા આજે શહેરમાં વાવાઝોડા આગમન પૂર્વે તકેદારીના ભાગરૂપે ભયજનક હોર્ડિંગ્સ દૂર કરવા તેમજ અસરકારક ઇમારતો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેમાં આજે 10 મોટા હોર્ડિંગ્સ અને 985થી વધુ રોસ વચ્ચેના બોર્ડ બેનરો દૂર કરવામાં આવ્યા છે.

ધોરાજી, ઉપલેટા, જામકંડોરણાના 357 લોકોનું સ્થળાંતર
સંભવિત તોકતે વાવાઝોડાથી અસર પામે તેવા ગામો અને વિસ્તાર પૈકી રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા અને જામકંડોરણા તાલુકાના નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારોના 357 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાં 130 સ્ત્રી, 129 પુરૂષ અને 98 બાળકોનો સમાવેશ થતો હોવાનું પ્રાંત અધિકારી જી.વી. મીયાણીની યાદીમાં જણાવાયું છે

અન્ય સમાચારો પણ છે...