ગણેશ વિસર્જન:રાજકોટમાં અમુક પરિવારે ગરબા રમી ઘરમાં વિસર્જન કર્યું, અમુકે ઢોલ-નગારાના તાલે બાપાને વિદાય આપી, રૂપિયા ઉડ્યા

રાજકોટ22 દિવસ પહેલા
કોઈ ઘર આંગણે જ પાણી ભરેલા વાસણમાં તો કોઈએ નદીમાં બાપાની મૂર્તિનું વિસર્જન કર્યું.

આજે ગણપતિ ઉત્સવનો પાંચમો દિવસ છે. ત્યારે પાંચ દિવસ સુધી બાપાનું સ્થાપન કર્યું હોય તેવા લોકોએ ગણેશ વિસર્જન કર્યું હતું. જેમાં અમુક પરિવારે ઘરે જ ગરબા રમી ગણપતિ બાપાની મૂર્તિનું પાણીના ટબ કે કુંડામાં વિસર્જન કર્યું હતું. બીજી તરફ અમુક પરિવારે વાજતે ગાજતે ઢોલ નગારાના તાલે બાપાને વિદાય આપી હતી. તેમજ વિસર્જન સ્થળે ઢોલના તાલે લોકો ગરબે ઘૂમ્યા હતા. લોકોએ ઢોલી પર રૂપિયા ઉડાડ્યા હતા.

એપાર્ટમેન્ટમાં લોકોએ ઘર આંગણે ગરબા રમી બાપાનું વિસર્જન કર્યું.
એપાર્ટમેન્ટમાં લોકોએ ઘર આંગણે ગરબા રમી બાપાનું વિસર્જન કર્યું.

રાસ-ગરબાના તાલે બાપાનું વિસર્જન
રાજકોટમાં ઠેર ઠેર અબીલ ગુલાલની છોળો અને ડીજેના તાલે લોકોએ બાપાને વિદાય આપી હતી. તેમજ ‘અગલે બરસ તું જલ્દી આના’ના ગીતો સાથે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેર નવા 150 રિંગ રોડ પર રહેતા રાજદેવ પરિવારે ઘરમાં જ માટીના ગણેશજીનું સ્થાપન કર્યું હતું. જેનું આજે રાસ-ગરબાના તાલે વિસર્જન કરવામાં આવ્યું હતું. ઘર આંગણે જ કુંડમાં બાપાનું વિસર્જન કરી એક અનોખો મેસેજ લોકોને આપ્યો હતો.

બેન્ડવાજા સાથે બાપાને વિદાય આપવામાં આવી.
બેન્ડવાજા સાથે બાપાને વિદાય આપવામાં આવી.

લોકોએ ઘરે મૂર્તિનું વિસર્જન કરવા અપીલ
રાજદેવ પરિવારે જણાવ્યું હતું કે, બાપાને જ્યાં ત્યાં પધરાવ્યા બાદ તેની મૂર્તિની હાલત ખરાબ થઈ જાય છે. પાંચ અને નવ દિવસ સુધી ઘરે આગતા સ્વાગતા બાદ દયનીય હાલતમાં બાપાની મૂર્તિ નાખી દેવા કરતા પાણીમાં મૂર્તિનું વિસર્જન કરવું જોઈએ. અથવા ઘર આંગણે જ વિસર્જન કરી તેનું પાણી બગીચા અને કુંડામાં નાખી દેવું જોઈએ. ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાની મૂર્તિનું લોકોએ ઘરે જ વિસર્જન કરવું જોઈએ.

બાપાની ભક્તીમાં લીન થયા લોકો.
બાપાની ભક્તીમાં લીન થયા લોકો.
ઢોલી પર લોકોએ રૂપિયા ઉડાડ્યા.
ઢોલી પર લોકોએ રૂપિયા ઉડાડ્યા.
મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી.
મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી.
બાપાને વિદાય આપતા પરિવારજનો.
બાપાને વિદાય આપતા પરિવારજનો.
બેન્ડવાજા પર રૂપિયા ઉડ્યા.
બેન્ડવાજા પર રૂપિયા ઉડ્યા.
અન્ય સમાચારો પણ છે...