DB ઈમ્પૅક્ટ:ધોરાજીના સુપેડીમાં રૂરલ SOGએ 75 હજાર લીટર બાયોડીઝલનો જથ્થો પકડ્યો, 2 શખસની ધરપકડ, છાને ખૂણે હજુ પણ બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
  • રૂ.63 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી

ગેરકાયદે બાયોડીઝલના વહેચાણ અને સંગ્રહને અટકાવી કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે જો કે આમ છતાં પણ રાજકોટ શહેર અને જિલ્લામાં ફરી ગેરકાયદે બાયોડીઝલનો વેપલો શરૂ થઇ ગયો છે. આજે બોરવેલ એસઓસીએશન દ્વારા વિડીયો પુરાવા રજૂ કરી ગેરકાયદે બાયોડીઝલ વહેચાણ અટકાવવા રજુઆત કરવામાં આવી હતી. બીજી તરફ રાજકોટ જિલ્લા SOG પોલીસ દ્વારા ધોરાજીના સુપેડી ખાતેથી સૌરાષ્ટ્રની સૌથી મોટી બાયોડીઝલ રેડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હજુ પણ છાને ખૂણે બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ યથાવત છે.

છાને ખૂણે બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ યથાવત
છાને ખૂણે બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ યથાવત

75,000 લીટરના જથ્થા સાથે રૂ.63 લાખનો મુદામાલ કબ્જે
રાજ્ય સરકારની સૂચના બાદ રાજકોટ રેન્જના 5 જિલ્લામાં છેલ્લા 25 દિવસથી 1120 જેટલી રેડ કરવામાં આવૈ છે જે પૈકી આજે સૌરાષ્ટ્ર ની સૌથી મોટી રેડ રાજકોટ રૂલર SOG પોલીસ દ્વારા ધોરાજીના સુપેડી ખાતે કરવામાં આવી છે. SOG પોલીસે આજે ધોરાજીના સુપેડી ખાતે રેડ કરી 75,000 લીટર ગેરકાયદેસર બાયોડીઝલના જથ્થા સાથે કુલ રૂ.63 લાખનો મુદામાલ કબ્જે કરી 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેન્કરમાં પંપ બનાવી બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ.
ટેન્કરમાં પંપ બનાવી બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ.

સુપેડી ગામમાં વેપલો મળી આવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ રૂલર SOG પોલીસને મળેલ બાતમીના આધારે આજે સવારના સમયે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે એક મોટી શેડ વાળી જગ્યામાં બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ અને સંગ્રહ પર દરોડા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થળ પરથી વહેચાણ કરતા કુલદીપ હેરભા અને ભુપેન્દ્ર ઉંધાડ નામના બે શખ્સો મળી આવ્યા હતા.

હાઇવે પર બાયોડીઝલનું ધૂમ વેચાણ.
હાઇવે પર બાયોડીઝલનું ધૂમ વેચાણ.

21,000 લિટરના જથ્થા સાથે 4ની ધરપકડ
આ બન્ને શખ્સો સાથે અલગ અલગ ટાંકામાં કુલ 75,000 લીટર બાયોડીઝલનો જથ્થો મળી આવ્યો હતો જે તમામ સહિત કુલ રૂ.63 લાખનો મુદામાલ કબ્જે કરી આ મોટો જથ્થો ક્યાંથી લાવી કોને સપ્લાય કરવામાં આવતો હતો તે દિશા તરફ આગળ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રૂલર SOG પોલીસ દ્વારા ગત સપ્તાહે પણ 21,000 લિટરના જથ્થા સાથે 4 આરોપીની ધરપકડ કરી હતી.

ટેન્કરમાં પંપ ગોઠવી ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો ચાલી રહ્યો છે.
ટેન્કરમાં પંપ ગોઠવી ગેરકાયદેસર બાયોડીઝલનો વેપલો ચાલી રહ્યો છે.

ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ અટકાવવા રજુઆત
આમ તો પોલીસ દ્વારા કોઈ જગ્યા પર બાયોડીઝલનું વહેચાણ કે સંગ્રહ થતું ન હોવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ બોરવેલ એસોસિએશન દ્વારા આજે રાજકોટ જિલ્લા પોલીસ વડા ને રૂબરૂ મળી વિડીયો ના પુરાવા સાથે જિલ્લામાં ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ અટકાવવા રજુઆત કરી હતી.

પંપના સંચાલકો પર રાજકીય વગ ધરાવે છે
હજુ પણ મોટા ભાગે રાત્રી દરમિયાન બાયોડીઝલનું વહેચાણ થતું હોવાની માહિતી સૂત્ર પાસેથી મળી આવી છે ત્યારે રાજકોટ શહેર પોલીસની હદમાં ચાલતા બાયોડીઝલના ગેરકાયદે પંપના સંચાલકો પર રાજકીય વગ ધરાવતા લોકોના ચાર હાથ છે કે પછી રાજકોટ શહેર પોલીસ મલાઈ મેળવી બાયોડીઝલનું વહેચાણ થતું જોઈ આંખ આડા કાન કરી રહી છે તે એક મોટો સવાલ છે.!