ગોળી મારી આપઘાત:રાજકોટમાં સિક્યુરિટી ગાર્ડે 12 બોરના જોટાને દાઢી નીચે રાખી ફાયરિંગ કરતા ખોપરીના ભાગ સુધી ચીરા પડ્યા, ડિપ્રેશનમાં હોવાથી પગલું ભર્યું

રાજકોટ14 દિવસ પહેલા
શહેરના અયોધ્યા ચોક પાસે આવેલા શિવસાગર એપાર્ટમેન્ટમાં રહેતા સિક્યુરિટી ગાર્ડે ફ્લેટમાં ગોળી મારી આપઘાત કરી લીધો (ઇન્સેટમાં મૃતકની ફાઈલ તસવીર).
  • અયોધ્યા ચોક નજીક શિવસાગર એપાર્ટમેન્ટમાં પોતાના ફ્લેટમાં આપઘાત કર્યો

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક નજીક શિવસાગર એપાર્ટમેન્ટમાં રહેતા પરેશભાઈ જોશી નામના પ્રૌઢે 12 બોરના જોટામાંથી ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવી છે. પોલીસ તપાસમાં પરેશભાઈ ડિપ્રેશનમાં રહેતા હોવાનું ખુલ્યું છે. દાઢી નીચે 12 બોરના જોટાને રાખી ફાયરિંગ કરતા ખોપરી સુધી ચીરા પડી ગયા હતા. બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ઘટનાની જાણ જતા યુનિવર્સિટી પોલીસ દોડી ગઈ
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યાચોક નજીક આવેલા શિવ સાગર એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા પરેશભાઈ ગોરધનભાઈ જોશી (ઉં.વ.51) નામના પ્રૌઢે પોતાની 12 બોર જોટાવાળી બંદૂકથી દાઢીના ભાગે નીચે ભડાકો કરી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

યુનિવર્સિટી પોલીસ દોડી જઇ તપાસ હાથ ધરી.
યુનિવર્સિટી પોલીસ દોડી જઇ તપાસ હાથ ધરી.

પોલીસે મૃતદેહ પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
પોલીસની તપાસમાં મૃતક પરેશ જોશી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું અને ડિપ્રેશનમાં રહેતા પોતાની પાસે રહેલી 12 બોરની જોટાવાળી બંદૂકથી દાઢીના નીચેના ભાગે ગોળી મારી લેતા મોઢાથી ખોપરીના ભાગ સુધી ચીરા થઈ જતા કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના ફ્લેટમાં જ આપઘાત કરી લીધો.
પોતાના ફ્લેટમાં જ આપઘાત કરી લીધો.

4 દિવસ પહેલા મનપાના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરે આપઘાત કર્યો હતો
30 ડિસેમ્બરના રોજ રાજકોટ મનપાની ઇસ્ટ ઝોન કચેરી ખાતે ફરજ બજાવતા એડિશનલ આસિસ્ટન્ટ એન્જીનીયર પરેશ જોશીએ સાંજના સમયે કોઈ કારણો સર રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ન્યારીડેમ ખાતે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. ન્યારી ડેમ ખાતે કોઈ વ્યક્તિ દ્વારા પરેશ જોશીના મૃતદેહને જોતા પોલીસ તેમજ ફાયર વિભાગને જાણ કરી હતી. બાદમાં ફાયર વિભાગ સ્થળ પર પહોંચી મૃતદેહને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા 3થી 4 દિવસથી પરેશ જોશી ટેન્શનમાં રહેતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી.
પોલીસે પરિવારજનોની પૂછપરછ કરી.

અગાઉ પિતાની ગનમાંથી ગોળી મારી પુત્રએ આપઘાત કર્યો હતો
10 ડિસેમ્બરના રોજ શહેરના ભકિતનગર સર્કલ નજીક જલારામ ચોક પાસે પટેલ વાડીની સામે ગાયત્રીનગર શેરી નં.5માં રહેતા યુવરાજસિંહ ઘનશ્યામસિંહ ચૂડાસમા રાત્રે પોતાના ઘરે નીચેના રૂમમાં પિતા ઘનશ્યામસિંહ લાખુભા ચૂડાસમા તથા માતા-બહેન સાથે ટીવી જોતા હતા. ત્યારે રાત્રે 12 વાગ્યા આસપાસ પરિવારજનો સૂવા માટે ઉપરના રૂમમાં જતાં પહેલાં યુવરાજસિંહને પૂછતાં ‘તમે જાઓ, હું ટીવી જોઇને આવું છું’ એમ કહેતાં તેઓ ઉપરના રૂમમાં ગયાં હતાં. પુત્ર સૂવા ન આવતાં પિતા તેને બોલાવવા માટે નીચે ઊતરતાં યુવરાજસિંહ સેટી ઉપર લોહી-લુહાણ હાલતમાં જોવા મળતાં પિતાએ દેકારો મચાવતાં પરિવારજનો તથા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. પિતાની લાયસન્સવાળી 12 બોરની બંદૂકમાંથી તેણે ફાયરિંગ કરી આપઘાત કરી લીધો હતો.