કાર્યકર્તા સંવાદ:રાજકોટમાં રૂપાણીએ કહ્યું- મેં ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું આપી દીધું, આ રાજકોટનો જ કાર્યકર્તા કરી શકે, બાકી છોડવું અઘરૂ છે ભાઇ...

રાજકોટએક મહિનો પહેલા
પ્રમુખસ્વામી ઓડિટોરિયમ હોલમાં કાર્યકર્તા સંવાદ યોજાયો.
  • રાજકોટના વિકાસના કામ અટકશે નહીં, હજુ પણ અનેક કામો થવાના છે

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આજે અગ અલગ 20 જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઇ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ત્યારે આજે બપોર બાદ સાંજના સમયે પ્રમુખ સ્વામી ઓડોટોરિયમ હોલ ખાતે વિજય રૂપાણીના વિધાનસભા 69 મત વિસ્તારના બૂથના વાલી અને ઇન્ચાર્જ કાર્યકર્તાઓ સાથે સંવાદ બેઠક યોજાઇ હતી. જેમાં વિજય રૂપાણીએ કટાક્ષમાં નીતિન પટેલને ટોણો માર્યો હોય તેમ જણાવ્યું હતું કે, મેં ઘડીના છઠ્ઠા ભાગમાં રાજીનામું આપી દીધું છે, આ રાજકોટનો કાર્યકર્તા જ કરી શકે છે. બાકી છોડવું અઘરૂ છે ભાઇ... ખાલી એક સરપંચનું તો રાજીનામું માગી જુઓ.

હું CM હતો અને હજુ પણ છું
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, હું CM હતો અને રહેવાનો છું. CM એટલે કોમન મેન, તમારામાંનો જ એક કાર્યકર્તા. કાર્યકર્તા તરીકે પાર્ટી જે જવાબદારી સોંપે તે કરવાનું હોય છે. તેમાં કદ કે પદ મહત્વનું નથી. નવી સરાકર આપણી જ સરકાર છે. રાજકોટના વિકાસના કામ અટકશે નહીં, હજુ પણ રાજકોટના અનેક વિકાસ કામો થવાના છે.

મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યાં.
મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યાં.

મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યા
પ્રમુખસ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા કાર્યકર્તા સંવાદમાં મોટી સંખ્યામાં કાર્યકર્તા હાજર રહ્યાં હતા. તેમજ રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. નવનિયુક્ત નાણા મંત્રી અને નવસારીના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ પૂર્વ નાણા મંત્રી વજુભાઇ વાળાની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.