પામતેલની આયાત ઘટતા ઘરઆંગણે મુખ્ય તેલ મોંઘા બન્યા છે છેલ્લા એક માસમાં સિંગતેલ અને કપાસિયા સહિત સાઇડ તેલના ભાવ વધી રહ્યા છે. આ ભાવવધારો શનિવારે પણ સતત યથાવત્ રહ્યો હતો. શનિવારે ભાવ વધ્યા બાદ સિંગતેલ કપાસિયા કરતા રૂ.60 જ મોંઘું રહ્યું હતું. જ્યારે સાઈડ તેલના ભાવ રૂ.2500ની સપાટીની ઉપર પહોંચ્યો છે.
શનિવારે સિંગતેલનો ભાવ રૂ.2760 અને કપાસિયા તેલનો ભાવ રૂ.2700 થયો હતો. જ્યારે સાઈડ તેલમાં પામોલીન રૂ.2450, સરસવ રૂ. 2470, સનફ્લાવર રૂ.2570, મકાઈ તેલ રૂ.2380, વનસ્પતિ ઘી રૂ.2560, કોકોનેટ ઓઇલ રૂ. 2630 અને દિવેલ રૂ.2400 થયો હતો. શનિવારે સિંગતેલ લૂઝ અને કપાસિયા વોશે રૂ.1500ની સપાટી કુદાવી હતી.
રૂ. 1575ના ભાવે સિંગતેલ લૂઝમાં 30-35 ટેન્કરના કામકાજ અને કપાસિયા વોશમાં રૂ.1550 થી 1555 ના ભાવે 35-40 ટેન્કરના કામકાજ રહ્યા હતા. જોકે ભાવવધારાને કારણે ખરીદી અટકી ગઇ હોય એવું વેપારી જણાવે છે. હાલ મોંઘા ભાવને કારણે લોકો એકસાથે તેલ ખરીદવાને બદલે જરૂર પૂરતી જ ખરીદી કરીને ગુજરાન ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.