ધોલધપાટના LIVE દૃશ્યો:રાજકોટમાં રોમિયોએ મોબાઈલ નંબર માગી મહિલાની છેડતી કરી, લોકોએ 20 તમાચા ઝીંક્યા, રોમિયોનું ‘મને મારી નાખો’નું રટણ

રાજકોટ24 દિવસ પહેલા

રાજકોટના હુડકો ચોકડી નજીક રિક્ષામાં મહિલા સાથે મુસાફરી કરી રહેલો એક રોમિયો ભાન ભૂલી બેઠો હતો. મહિલા પાસે મોબાઈલ નંબર માગી છેડતી કરી હતી. આથી રોષે ભરાયેલી મહિલાએ બૂમાબૂ કરી મુકતા રિક્ષાચાલકે રિક્ષા રોકી દીધી અને આજુબાજુમાંથી લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં એક વ્યક્તિએ રોમિયોને ઉપરા ઉપરી 20 તમાચા ઝીંક્યા હતા. આ સમયે રોમિયો ‘મને મારી નાખો’નું રટણ કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે આ અંગે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આ વીડિયો બાદ પોલીસ તપાસ કરશે કે નહીં તે આવનાર સમય જ બતાવશે.

રોમિયો રિક્ષાની બહાર જ નીકળતો નહોતો
રિક્ષામાં બેઠેલા રોમિયોને લોકોએ બહાર લાવવા ઘણી કોશિશ કરી પણ તે બહાર જ નીકળતો નહોતો. બાદમાં એક યુવકે તેનો કાઠલો પકડીને બહાર કાઢ્યો હતો. બાદમાં યુવકે ઉપરાઉપરી તમાચા ઝીંકવાનું શરૂ કર્યું હતું. યુવકે માર મારી રોમિયાની શાન ઠેકાણે લાવી હતી. રોમિયો આબરૂ જવાના ડરે બોલી રહ્યો હતો કે, જવા દ્યો હવે આવું નહીં કરું, પણ લોકો પણ એટલા જ રોષે ભરાયેલા હતા કે, રોમિયો પર તૂટી પડ્યા હતા. આ તમાશો જોવા માટે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

રોમિયોનો કાઠલો પકડીને લોકોએ ઉપરા ઉપરી તમાચા ઝીંક્યા
રોમિયોનો કાઠલો પકડીને લોકોએ ઉપરા ઉપરી તમાચા ઝીંક્યા

રોમિયોને ઘરે ખબર પડે તો ધજાગરા થવાનો ડર લાગ્યો
લોકોએ રોમિયોને કહી રહ્યા હતા કે, તારું ઘર ક્યાં છે, ચાલ તને તારા ઘરે લઈ જવો છે. પરંતુ રોમિયો ઘરે ખબર પડે તો ધજાગરા થશે તેવા ડરથી પોતાના ઘર વિશે જણાવ્યું નહોતું. પરંતુ લોકોના મારથી રોમિયાએ કહી દીધું હતું કે, મારુ ઘર અહીં નજીકમાં રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં આવેલું છે અને હું ભાડે રહું છું. જોકે બાદમાં રોમિયો આજીજી કરવા લાગ્યો હતો કે, મને છોડી દ્યો અથવા મારી નાખો. કારણ કે ઘરે ખબર પડે તો આબરૂના ધજાગરા થવાનો ડર લાગી રહ્યો હતો.

રોમિયો ‘મને મારી નાખો’નું રટણ કરતો રહ્યો.
રોમિયો ‘મને મારી નાખો’નું રટણ કરતો રહ્યો.

રાજકોટમાં રોમિયોના અવારનવાર વીડિયો સામે આવે છે.
રાજકોટમાં રોમિયોનું રાજ હોય તેમ રોજબરોજ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. શહેરમાં રાત પડે ને રોમિયો જાગે છે અને રોડ-રસ્તાઓ પર આવી જાય છે. ક્યારેક બાઈક પર તો ક્યારેક કાર પર જોખમી સ્ટંટ કરી અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકે છે. જોકે વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી આવા રોમિયોને ઝડપી તેની શાન ઠેકાણ લાવે છે.

લોકોએ બરાબરનો માર મારી શાન ઠેકાણે લાવી.
લોકોએ બરાબરનો માર મારી શાન ઠેકાણે લાવી.
અન્ય સમાચારો પણ છે...