તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર.કે. ગ્રુપની હિસ્ટ્રી:રાજકોટમાં ITના નિશાને આવેલુ આર.કે. ગ્રુપ કોણ છે? કેવો છે તેનો કારોબાર? 100 કરોડના બેનામી હિસાબો મળ્યા

રાજકોટએક મહિનો પહેલા
આર.કે.ગ્રુપના સર્વાનંદ સોનવાણી પરિવાર સાથે
  • સતત ત્રીજા દિવસે મેગા ઓપરેશન ચાલુ છે
  • રેડ દરમિયાન ઈન્કમટેકસને ‘અંડર વેલ્યુએશન’ ધરાવતા દસ્તાવેજોનો ભંડાર મળ્યો
  • આર.કે.ગ્રુપની બિલ્ડીંગમાં રોકાણ કરનારને પણ નોટિસ મળી શકે છે

રાજકોટમાં મોટા ગજાના બિલ્ડર આર.કે. ગ્રુપ તથા તેમના કનેકશન ધરાવતા બિલ્ડરોના 45 સ્થળોએ હાથ ધરાયેલુ મેગા દરોડા ઓપરેશન આજે સતત ત્રીજા દિવસે ચાલુ રહ્યું છે. છેલ્લા બે દિવસમાં 100 કરોડના બેનામી હિસાબો મળી આવ્યા છે. સાથોસાથ ઈન્કમટેકસને બિનહિસાબી તથા અંડરવેલ્યુએશન ધરાવતા દસ્તાવેજો, સાહિત્યનો ભંડાર હાથ લાગ્યો છે. બે થી ત્રણ જગ્યાનો ઉપયોગ કાળાધોળાના વ્યવહારો કરવા તથા તેને લગતા સાહિત્ય સાચવવા માટે જ કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે તેમાં તપાસનીશ અધિકારીઓ પણ મોઢામાં આંગળા નાંખી ગયા છે.

દરોડામાં તેની ભાગીદારી પેઢી પર પણ દરોડા પડ્યા છે
દરોડામાં તેની ભાગીદારી પેઢી પર પણ દરોડા પડ્યા છે
નાણાંના વ્યવહારો ધરાવતી કાચી ચીઠી મળી
નાણાંના વ્યવહારો ધરાવતી કાચી ચીઠી મળી

આર.કે. ગ્રુપ કોણ છે ? ક્યાં અને કેટલું નેટર્વક ફેલાયેલું છે !
રાજકોટમાં આર.કે. ગ્રુપના માલિક સોનવાણી બ્રધર્સ છે. જેમાં સર્વાનંદ સોનવાણી, કમલ સોનવાણી અને જગદિશ સોનવાણી સહિત 6 ભાઇઓનો સમાવેશ થાય છે. આર.કે. ગ્રુપ ફાયનાન્સના વ્યવસાય સાથે પણ જોડાયેલા છે. દાણાપીઠમાં તેમની આર.કે. ફાયનાન્સ નામથી પેઢી કાર્યરત છે. જ્યાં અનાજ -કઠોળનું પણ મોટું કામકાજ થાય છે. તો આર.કે. ટ્રેડિંગના નામે હડમતાળામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ આવેલું છે. આ સાથે કુવાડવા રોડ પર 1થી લઇને 11 સુધી ઇન્ડસ્ટ્રીયલ ઝોન તથા અનેક ફાર્મહાઉસ પ્રોજેક્ટ તેમણે તૈયાર કર્યા છે. આર.કે. ગ્રુપના નેજા હેઠળ આ પહેલા પહેલા જમીન મકાન અને પ્લોટીંગનું કામ થતું હતું. જો કે છેલ્લા ઘણાં વર્ષોથી બિલ્ડીંગ તૈયાર કરે છે. મોટાભાગે ભાગીદારી પેઢીમાં કામ કરે છે.જેથી દરોડામાં તેની ભાગીદારી પેઢી પર પણ દરોડા હાથ ધરવામાં આવ્યા છે.

આ તપાસ હજુ પણ બે દિવસ ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે
આ તપાસ હજુ પણ બે દિવસ ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે

ઇન્કમ ટેક્સ વિભાગને સચોટ માહિતી
ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણાં સમયથી આઇટીના સર્વેલન્સમાં હતા. આર.કે. ગ્રુપ અનેક રોકડ અને બેનામી હિસાબો પર આઇટીની વોચ હતી. જે સ્થળોએ રોકડ અને દસ્તાવેજો રાખવામાં આવ્યા હતા ત્યાં જ દરોડા પાડવામાં આવ્યા છે. બિલ્ડર અને તેના ભાગીદારોની પેઢીમાં દરોડા પહેલા એકાઉટન્ટોની ઓફિસોમાં દરોડા પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 4 કરોડ રોકડા અને 6 જેટલા એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે.

ઇન્ડસ્ટ્રીયલ ઝોન તથા અનેક ફાર્મહાઉસ પ્રોજેક્ટ તેમણે તૈયાર કર્યા છે.
ઇન્ડસ્ટ્રીયલ ઝોન તથા અનેક ફાર્મહાઉસ પ્રોજેક્ટ તેમણે તૈયાર કર્યા છે.

નાણાંના વ્યવહારો ધરાવતી કાચી ચીઠી મળી
આવકવેરા ખાતાના ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે, મંગળવારથી ચાલતી દરોડા કાર્યવાહીમાં નવા-નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. તમામે તમામ 45 સ્થળોએ તપાસ ચાલુ રાખવામાં આવી છે તે પૈકી ત્રણ સ્થળોએ ‘જેકપોટ’ હાથ લાગ્યો હોય તેમ શંકાસ્પદ વ્યવહારો ધરાવતા દસ્તાવેજો-સાહિત્યનો ઢગલો મળી આવ્યા છે. રીયલ એસ્ટેટ તથા નાણાંના વ્યવહારો ધરાવતી કાચી ચીઠી વગેરે મળી આવ્યા છે.

શંકાસ્પદ વ્યવહારો ધરાવતા દસ્તાવેજો-સાહિત્યનો ઢગલો મળી આવ્યા છે
શંકાસ્પદ વ્યવહારો ધરાવતા દસ્તાવેજો-સાહિત્યનો ઢગલો મળી આવ્યા છે

છેલ્લા 20 દિવસમાં 150 કરોડના સોદા
ઇન્કમ ટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે આર.કે ગ્રુપ છેલ્લા ઘણાં સમયથી આઇટીના નિશાના પર હતા.તેમાં પણ આ ગ્રુપ દ્રારા છેલ્લા 20 દિવસમાં માધાપર ચોકડી અને અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં 150 કરોડની જમીનના સોદ્દા કર્યા હતા જેના કારણે આઇટીની નજરે ચડ્યાં હોવાનું માલૂમ પડ્યું છે.તપાસ દરમિયાન આર.કે ગ્રુપના સાથી બિલ્ડરોને ત્યાં તપાસ આગળ વધી શકે છે સાથે સાથે આર.કે બિલ્ડીંગમાં રોકાણ કરનારને પણ નોટિસ મળી શકે છે જેથી આ તપાસ હજુ પણ બે દિવસ ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ તપાસ હજુ પણ બે દિવસ ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે
આ તપાસ હજુ પણ બે દિવસ ચાલે તેવી પૂરેપૂરી શક્યતા છે
અન્ય સમાચારો પણ છે...