તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર એક્શનમાં:રાજકોટમાં રામેશ્વર સહકારી મંડળી ફડચામાં જતા રૂ.2.50 કરોડની મિલકત સીલ કરવા પ્રાંત અધિકારી કાર્યવાહી શરૂ કરશે, 12 મિલકત ટાંચમાં લેવા આદેશ

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 65 માસમાં નાણા બમણા કરી દેવાની લાલચ આપીને મંડળીએ રોકાણકારો પાસેથી નાણા ખંખેર્યાનું સામે આવ્યું

રાજકોટ અને જિલ્લામાં થાપણધારોને અનઅધિકૃત રીતે ધીરાણ કરતી રામેશ્વર સહકારી મંડળી ફડચામાં ગયા બાદ લેણદારોના રૂ.41 કરોડ 98 લાખની રીકવરી કરવા માટે ચાલતા કેસમાં વધુ એક મિલકત ટાંચમાં લેવા પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીએ કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં 12 મિલકત ટાંચમાં લેવામા આવી છે. વધુ એક મિલકતમાં નાના મવા સર્વે નંબર 33/1માં 102 ચો.મી.ની અંદાજિત બજાર કિંમત રૂ.2 કરોડ 50 લાખની મિલકત સીલ કરવાની દિશામાં કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી - ફાઈલ તસ્વીર
પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી - ફાઈલ તસ્વીર

ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી
ધી ગુજરાત પ્રોટેક્શન ઇન્વેસ્ટમેન્ટ ઓડ ડિપોઝીટર(રોકાણકારો) ફાયનાન્સીયલ એક્ટ હેઠળ કલેકટર સમક્ષ શ્રી રામેશ્વર સહકારી મંડળી ફરિયાદ આવી હતી. મંડળી દ્વારા વાર્ષિક વ્યાજ 6 ટકા, 18 ટકા અને 65 માસમાં નાણા બમણા કરી દેવાની લાલચ આપીને ધીરાણ ભેગુ કર્યુ હતુ.મંડળીના સંજય હંસરાજ દુધાગરા, ગોપાલ લક્ષ્મણ રૈયાણી અને વિપુલ રતિલાલ વસોયા વિરુધ્ધ ફરિયાદ થઇ હતી. કુલ 2365 રોકાણકારોના રૂ.41.98 લાખ 34 હજાર મંડળીએ પરત કર્યા ન હતા. નાણાકીય છેતરપીંડી અંગે જે તે વખતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

વધુ એક મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા ચાલી રહી છે
પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી પાસે આવેલા આ કેસમાં વધુ એક મિલકત ટાંચમાં લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં 12 મિલકત ટાંચમાં લેવામા આવી છે. વધુ એક મિલકતમાં નાના મવા સર્વે નંબર 33/1માં 102 ચો.મી.ની અંદાજિત બજાર કિંમત રૂ.2 કરોડ 50 લાખની મિલકત ટાંચમાં લેવાની ગતિવિધિ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...